________________
કૌટુંબિક સંબંધો
૩૦૫
પરાણે ચૂપ રાખી રહ્યો તે, એ શી રીતે સાંભળી શકે? એ શબ્દ હતા ફ્લોરન્સ.
પણ એ મૂરખ એમ જ સમજી બેઠે કે, તે તેનાથી ડધાઈ ગઈ છે. વવાદ્ ગઈ છે! એટલે તેણે દબાણ ચાલુ રાખવા આગળ
――
ચલાવ્યું
વળી, મૅડમ, તમે ઘણાં ખર્ચાળ છે. ઉડાઉ જ છે. તમે એવા સંબધે! ખીલવવા પાછળ અઢળક ધન ખર્યાં છે, જે સબધા મારે માટે તદ્દન નિરુપયેગી છે. મારે એ બાબતમાં પણુ જલદી પૂરેપૂરા સુધારા થયેલે જોવે છે. નસીબે તમારા હાથમાં જે વિપુલતા મૂકી દીધી છે, તેથી શરૂઆતમાં સ્ત્રીએ સામાન્ય રીતે બીજે છેડે જઈને બેસે, એ હું સમજું છું; પણ મિસિસ ગ્રૅંગર તરીકેના તમારે અનુભવ મિસિસ ડામ્બી તરીકે તમને સારી શીખ દેશે એવી હું અપેક્ષા રાખું છું.”
એડિથના કાનમાં ફ્લૉરન્સ જ હજી ભારપૂર્વક કંઈક કહી રહી હતી.
tr
---
હરહંમેશ પોતાના પ્રત્યે અવના દાખવતી આ સ્ત્રીને જરા ઢીલી પડેલો જોઈ, તેને તદ્ન નરમ બનાવી દેવાની આ તક જવા દેવી મિ॰ ડામ્બીતે ઠીક ન લાગી. તેમણે ઉપરાઉપરી સપાટા લગાવવા માંડયા -
“તમારે મૅડમ સ્પષ્ટ સમજી રાખવાનું છે કે, મારી પ્રત્યે તમારે આદરભાવ અને આજ્ઞાંકિતતા ધારણ કરવાનાં છે; એટલું જ નહિ એ જાતને દેખાવ અને કબૂલત દુનિયા સમક્ષ પ્રગટ રીતે થવા દેવાનાં છે. મને એવું જ જોવાની ટેવ છે; અને એ મારા હક છે, એમ હું માનું છું. ટૂંકમાં, મને એ જાતનાં આદરભાવ અને આજ્ઞાંકિતતા મળવાં ન જોઈએ. મેં તમને દુનિયામાં જે અગ્રિમ મેાભા ખઢ્યા છે, તેના બદલામાં હું તમારી પાસે એ માગું એમાં કાઈને કશી નવાઈ ન લાગવી જોઈ એ.’
31.-20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org