SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ડોમ્બી એન્ડ સન પછી તે મેજરે અવારનવાર જોયું કે, અઠવાડિયામાં ત્રણ ચાર વાર મિસ ટોસ આ બાળકને તેની નર્સ સાથે પોતાના કમરામાં તેડી લાવતી અને પાછાં મૂકી આવતી. મેજર હવે પિતાના કમરામાં આંટા મારવા લાગ્યો અને આ બધું શું છે, તેને તાગ મેળવવા કોશિશ કરવા લાગ્યો. દરમ્યાન એક વખત મિસિસ ચિકે મિસ ટેકસને સંભળાવી દીધું : “તું મારા ભાઈ પલનું હૃદય જીતી લેવાની થઈ છે, એ હું સ્પષ્ટપણે જોઈ શકું છું, બહેન.” મિસ ટેસ એકદમ ફીકી પડી ગઈ જાણે તેના મનમાં આવા વિચારને આભાસ પણ કદી આવ્યો ન હતો. આ નાનકડો પલ બરાબર મારા ભાઈ જે જ થતો જાય છે. ” મિસ ટૌકસે તરત નાનકડા પલને છાતીએ દબાવી, તેને ચુંબનોથી નવરાવી નાખે; જાણે તેના બાપ જેટલો જ પોતાને એ વહાલે છે, એ બતાવવા ! આ લાડકે, તેની માને જરાય મળતો આવે છે ?” મિસ સે સહેજે વાત કરતી હોય તેમ પૂછયું. “જરા પણ નહિ” મિસિસ ચિકે જવાબ આપ્યો. તે સુંદર હતી –નહિ?” “ઠીક; ધ્યાન ખેંચે તેવી તે હતી, પરંતુ એથી વધુ કઈ નહિ. મારા ભાઈની પત્ની તરીકે તેણે જે છાપ બીજાઓ ઊપર પાડવી જોઈએ, એવું ગૌરવ તેનામાં હતું જ નહિ. મારા ભાઈ જેવા માણસને તે ભારે મનોબળવાળી મક્કમ પત્ની જોઈએ. ત્યારે ફેની તો કેવળ મીઠડી જ હતી – ફૂટડીનું જ બીજું નામ વળી !” મિસ ટેકસે અનુકંપાદર્શક નિસાસો નાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy