________________
મિદૂટ્સ આગળ વધે છે અરે જાઓ છે કે નહીં ? તમારા જેવા ભલાળા દેખાતા છોકરડા પણ આવું કરવા લાગશે, તો પછી કેણુ શું નહીં કરે ?”
સુસાન કે, સાચેસાચ ચિડાઈ હતી; છતાં આ બધું તે ખિલખિલાટ હસતાં હસતાં રંધાતે ગળે જ મહા પરાણે બાલી હતી. પરંતુ દાદર ઉપર ઊભેલો ડિયોજિનિસ આ બધી ધમાલ જોઈ, પોતાનાં ઘરનાં માણસો ઉપર કંઈક હુમલો થયો છે એમ માની, સીધો નીચે ઊતરી આવીને મિ. ટૂસને પગે વળગે તે વળગ્યો.
સુસાન એકીસાથે ચીસ પણ પાડવા લાગી અને હસવા પણ લાગી. બહાદુર મિટ્રસ પિતાના પગને નહિ પણ પિતાના બર્જેસ કંપનીના નવા પાટલૂનને બચાવવા સીધા શેરીમાં દોડયા. ડિજિનિસને જેમ જેમ ધકેલી મૂકવામાં આવતો, તેમ તેમ તે વધુ જોરથી મિત્ર ટ્સને વળગતે: પાટલૂને નહિ તે કોટે !
મિ. કાર્કર આ ઘડીએ આ દશ્યમાં દાખલ થયા. ડિજિનિસને તરત જ અંદર બેલાવી લેવામાં આવ્યો અને બારણું બંધ કરી દેવામાં આવ્યું. મિ. કાકરે હવે મિટ્રસ પાસે જઈને પૂછયું, “ખાસ કઈ ઈજા નથી થઈ એવી આશા રાખું છું.”
ના, ના, આભાર; એ વાતની કશી ચિંતા નહીં.”
પણ કૂતરાના દાંત ચામડીમાં પેસી ગયા તે નથી ?” કાર્કરે પોતાના તણું ધોળા દાંત ખુલ્લા થાય એવું હસીને પૂછયું.
ના, આભાર; બધું બરાબર છે; બહુ સારું છે, આભાર.”
“હું મિત્ર ડોમ્બીને માણસ છું, અને તેમની ગેરહાજરીમાં આ બનાવ બદલ તમારી માફી માગું છું. જો કે, આ બધું કેમ કરીને બન્યું, એ મને સમજાતું નથી.”
“એ વાતની કશી ચિંતા નહીં, આભાર.” એટલું કહી મિત્ર ટ્સ હવે રોજ કરતાં વધુ ઉતાવળથી વિદાય થઈ ગયા.
વથી વા થઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org