________________
૧૭૪
ડેબી ઍન્ડ સન નામ દઈને તેમણે પૂછયું કે, તે મિત્રે પોતાની પ્રેમિકાની દાસીને જીતવા શું કરવું ! ચિકને પોતાની રીતે પોતાની ભાષામાં જવાબ આપ્યો, “જુવાન બાઈઓની બાબતમાં હિંમતપૂર્વક સીધા ધસી જવું, એટલે વિજય તમારે છે.”
મિ. ટ્રસે એ સૂત્રવાકયનો અર્થ પોતાની રીતે ઘટાવી લીધે અને નક્કી કર્યું કે, બીજે દિવસે જઈને મિસ નિપરને ચુંબન કરવું જ.
એટલે બીજે દિવસે બર્જેસ એન્ડ કંપનીનાં સીવેલાં સારામાં સારાં કપડાં પહેરીને મિત્ર ટ્રસ મિ. ડાબીને ત્યાં ઊપડ્યા. દરવાન સાથેનો રાબેતા મુજબને બધે પ્રાથમિક વિધિ પતાવતાં સુસાન આવી એટલે તેની સાથે રાબેતા મુજબના પ્રશ્નોત્તર તેમણે શરૂ કર્યા. સુસાને પણ રાબેતા મુજબ છેવટે વગર પૂજે કહ્યું કે, “મિસ ફૉરન્સ પણ બહુ મજામાં છે. ” ત્યારે તેમણે પણ રાબેતા મુજબ જવાબ આપ્યો ક, “એ વાતની કશી ચિંતા નહીં.” પણ પછી અચાનક તીરની પેઠે સીધા વિદાય થઈ જવાને બદલે તે ત્યાં જ થેલી રહ્યા અને ડચકારા વગાડવા માંડયા.
સુસાને બિચારીએ તે ભલા જુવાનિયા ઉપર દયા લાવી તેને પૂછયું, “તમારે ઉપર આવવું છે, સાહેબ ?”
ઠીક; મને લાગે છે કે, હું અંદર આવું,” એમ કહી મિ. ટૂટ્સ અંદર દાખલ થયા અને બારણું બંધ થયું એટલે દાદર ઉપર ચડવાને બદલે સીધા સુસાન તરફ ધસી ગયા અને તેના ગાલ ઉપર ચુંબન કરી લીધું.
અરે આ શું? જાઓ છો કે તમારી આંખે હમણું ખેતરી કાઢું !” સુસાન તડૂકી.
અરે એક જ બીજું !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org