________________
૩૮૯
મિ. દૂસની ફરિયાદ “હુર, હુરો, દીકરા વૅલર, હુરર્ !”
“એમને ઉછેર જે રીતનો થયો છે તે જોતાં, આપણુથી તેમને દુનિયામાં એકલાં તે મૂકી રખાય જ નહિ. તેમ છતાં આપણે ત્યાં પણ તેમને એકલાં રાખી શકાય નહિ.”
હા દીકરા, તારે હવે અહીં જ રહેવું જોઈએ, અને તેમને સોબત આપવી જોઈએ.”
“અશકય ! કેપ્ટન કટલ, એવું તો આપણાથી થઈ શકે જ નહિ. તેમની અસહાય સ્થિતિમાં આપણું ઉપર વિશ્વાસ મૂકીને તે આપણે ત્યાં આવે, અને આપણે તેમને તેમના સમાજમાં પાછા ફરવાનો રસ્તો સદંતર બંધ કરી દઈએ, એ તો કદી બની શકે જ નહિ. તેમનો પ્રેમી બનવાને વિચાર પણ કરે, એ મારે માટે મોટો અપરાધ ગણાય; ઉપરાંત તે તે મને પિતાનો ભાઈ જ ગણે છે. તે પછી મારે ઇ જીતે તેમની બધી જાતની સહીસલામતીનો વિચાર કરવો જોઈએ.”
જે કે, દીકરા, મને મારી રીતે બહુ નિરાશા થાય છે, છતાં જે તે કહ્યું, તેમાં વજૂદ તો છે જ, એટલે હું પણ તારી સમાંતર જ મારું જહાજ હંકારવા તૈયાર છું.”
તો પછી કેપ્ટન કટલ, પહેલ પ્રથમ તો આપણે મિસ ડેસ્બી અહીં રહે ત્યાં સુધી તેમની સાથે જ રહી શકે એવું કોઈ માણસ તકાળ શોધી કાઢવું જોઈએ. તેમનાં કઈ સગાંસાગવાં ઉપર તો વિશ્વાસ મૂકી શકાય નહિ. મિસ ડેસ્બી પણ માને છે કે, તે બધાં તેમના પિતાથી દબાયેલાં જ છે; પણ તેમની તહેનાતબાનુ સુસાનનું શું થયું?”
સુસાન ? હું પણ માનતો હતો કે, નાનકડાં બાનુ આવ્યાં ત્યારે તે સાથે જ હશે. પણ તેને તે નોકરી છોડીને હંકારી ગયે ઘણો વખત થયો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org