________________
૩૯૦
ડેબી ઍન્ડ સન તો પછી તમે એ ક્યાં ગઈ છે એ વાત મિસ ડેબીને જ પૂછી જુઓ. આપણે ગમે તેમ કરીને તેને લઈ આવીશું. અત્યારે તો તમે જ મિસ ડેામ્બીના પાલક-સંરક્ષક-મિત્ર બધું છો; એટલે તમે જ ઉપર જાઓ; નીચેનું બધું હું પરવારી લઈશ.”
સુસાનને બેલાવવાની વાત સાંભળી ફરન્સ ઘણું રાજી થઈ પરંતુ તે તેના ભાઈને ત્યાં ઈસેકસ તરફ ગઈ છે, એ સિવાય બીજું કશું તે જાણતી ન હતી. પણ પછી તેને એકદમ યાદ આવ્યું કે, તેણે સુસાનને કાચગાડીમાં બેસાડતા સુધી સાથે રહેવાનું મિસૂર્સને જણાવ્યું હતું, એટલે તે કદાચ સુસાન જ્યાં ગઈ છે એ ગામનું નામ જાણતા હશે.
કેપ્ટન કટલે નીચે આવી ઑલ્ટરને સુસાનનું ઠેકાણું જાણવા મિ. ટૂટ્સનું નામ દીધું; તથા તેમની ઓળખાણ આપતાં જણાવ્યું કે, તે એક તવંગર ભલે જુવાનિય છે – બ્રાઈટનમાં પૉલ અને ફરન્સ હતાં ત્યારને તેમના ઓળખાણવાળે છે; અને મિસ ડોમ્બીને પાગલની પેઠે ચાહે છે. ઉપરાંત, વેટરે એ મિ. ટુર્સ મારફતે જ કેપ્ટન કટલને બ્રોગ્લીની દુકાને આવવાનો સંદેશો પહોંચાડ્યો હતો, એ પણ તેને યાદ દેવરાવ્યું.
મિક્યાં રહેતા હતા એ કઈ જાણતું નહોતું. પણ એ અવારનવાર અહીં આવતા હોઈ, ગમે ત્યારે આવી પહોંચશે જ, એમ કેપ્ટન કટલ વેટરને કહેતા હતા, તેવામાં જ મિત્ર ટ્રસ પોતે અંદર આવીને બોલ્યા –
“કેપ્ટન જિલ્સ, હું પાગલ થઈ જવાની અણું ઉપર આવી ગયો છું.”
પણ પછી ઑલ્ટરને ત્યાં ઉભેલે જઈ મિ. ટ્રસે કેપ્ટન કટલની ની મુલાકાત માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org