________________
૧૨૮
૧૨૮
ડેસ્બી ઍન્ડ સન “કાલે સવારે ?”
હા; વહેલી સવારે.” “ક્યાં જવાના છે, ખબર છે, સુસાન ?”
“ના, ચેકસ ખબર નથી. પણ તમારા ફઈબાએ તેમની સાથે સોબતી તરીકે પેલા મેજર -ડાને લઈ જવા સૂચવ્યું છે, અને તેમણે થોડી આનાકાની બાદ એ કબૂલ રાખ્યું છે. જુઓ તો ખરાં ! સોબતી તરીકે એ મેજર ! તમે નહિ!”
આ પછી ભલી સુસાન “ગૂડ નાઈટ' કહી ત્યાંથી વિદાય થઈ
બહાર વરસાદ વરસવા લાગ્યો હતો. ફરન્સ એકલી પડી એટલે એક હાથ ઉપર માથું ટેકવી, બીજ હાથ ધબતી છાતી ઉપર દબાવી, પિોતાના શોકપૂર્ણ વિચારે ચડી ગઈ. મધરાતના ટકોરા પડ્યા ત્યારે તો તે ડૂસકાં ભરતી રડવા પણ લાગી હતી.
તેની ઉમર હજુ પૂરી ચૌદ વર્ષની પણ ન હતી, અને તેને સ્થાને બીજું કોઈ બાળક હોત તો, તેના મનમાં ડરામણી કલ્પનાઓ જ ઊભરાતી હોત. પણ ફલેરન્સ તો ભાવભર્યા ચિત્તે પોતાના પિતાનો જ વિચાર કરતી હતી. ભાઈ તથા માતાથી તાજેતરમાં વિખૂટી પડેલી આ બાળકી ખરેખર તો પિતા પાસેથી આશ્વાસનની હકદાર હતી; પરંતુ અત્યારે તો એકલા પડેલા પિતાના પિતાને કેવી રીતે આશ્વાસન આપવું તેની જ ફિકર તે કરતી હતી. પોતાના પિતા પોતાના ભાઈ પલને યાદ કરી કેટલા બધા દુઃખી થતા હશે, એ વિચાર તેને સતાવ્યા જ કરતો હતો.
આજે પણ રોજની જેમ તે પોતાના પિતાના કમરના બારણની યાત્રાએ જવા ગુપચુપ નીકળી. આજે તેણે બારણું બહાર જ કાન ધરીને અંદરનો અણસાર પામવા રોજની જેમ પ્રયત્ન કરવાને બદલે • બારણું સહેજ ધકેલ્યું. તો અચાનક એ બારણું થોડું ઊઘડી ગયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org