________________
પિતા-પુત્રી
૧૨૯ ફલેરન્સ એકદમ ગભરાઈ ગઈ અને પાછી નાઠી. પણ દાદરા સુધી જઈને તે વળી પાછી આવી. પિતાના પિતાનું શેકપૂર્ણ માં જોવા લેભ તે ખાળી શકી નહિ. એટલે જરા ખૂલેલા એ બારણુની આડમાંથી તેણે અંદર નજર કરવા પ્રયત્ન કર્યો.
તેના પિતા પિતાને જૂના ટેબલ આગળ બેસી કેટલાક કાગળ ગોઠવતા હતા, અને કેટલાકને ફાડી નાખતા હતા. દીવાના ઝાંખા પ્રકાશમાં પિતાનું થાકેલું શોકાવિષ્ટ લાગતું મેં જોઈ ફરન્સથી રહેવાયું નહિ. તે તરત બારણું વધુ ઉઘાડીને અંદર પેઠી અને બેલી –
પપા ! પપા !”
મિ. ડાબી એકદમ ચોંકી ઊઠયા. પાસે આવેલી ફર્લોરન્સને હાથ લાંબો કરી દૂર રેકી રાખીને તેમણે કડક અવાજે પૂછયું, “શી વાત છે ? અહીં કેમ આવી છે ? શાનાથી બની છે ?”
ખરેખર ફરન્સ કશાથી બીને જ તે અત્યારે તેના પિતાએ જે કઠેર મુખમુદ્રા ધારણ કરી હતી તેનાથી જ તેણે બીનવું જોઈએ! પુત્રીના અંતરમાં ઊછળતો પ્રેમ એ ચહેરા સમક્ષ એકદમ ઠરી ગયો અને તે પથ્થરની પેઠે જડસડ થઈ જઈ તેની સામે જોઈ રહી.
મિ. ડોબીના ચહેરા ઉપર માયાળુતાની એક રેખા સરખી ન હતી; સામે પોતાનું સંતાન ઊભું છે એવા ઓળખાણનું જ કશું એંધાણ ન હતું. થોડી વાર પછી તેમની આંખમાં કશેક ફેરફાર જરૂર થયે; પણ તે કયા પ્રકારનો હતો તેની સ્પષ્ટ કલ્પના વિના પણ તે સમજી ગઈ કે એ ફેરફાર પોતાની તરફ ધિક્કારસૂચક છે.
મિ. ડોમ્બીને કદાચ એમ લાગી આવ્યું હતું કે, પિતાના પુત્રના આરોગ્યમાં અને આવરદામાં આપણે સારો સરખે ભાગ પડાવ્યો છે – અરે એ જ બધું લૂંટી ગઈ છે ! અને હવે પોતાના પુત્ર પ્રત્યેના પોતાના સ્નેહમાં ભાગ મેળવવા કદાચ તે આવી છે – ના, ના, કદાચ હવે એકમાત્ર વારસદાર તરીકે કુલ હિસ્સો મેળવવા જ!
ડે–૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org