________________
પિતા-પુત્રી
૧૨૭ માંડ્યાં. જવાબમાં જાણે તરત એ કૂતરાએ પોતાના કદરૂપા મને કરી શકાય તેવું માયાળુ કરીને ફૉરન્સના ખભા ઉપર ઢાળી દીધું.
અલેક્ઝાન્ડરને મળેલા ફિલસૂફ ડિજિનિસે તેની સાથે કેટલી માયાળુતાથી વર્તાવ કર્યો હતો તે તો કહી શકાય તેમ નથી. પણ આ કૂતરાએ તો ફલોરન્સ સાથે માયાળુતાથી જ વર્તવા માંડયું અને તે જ ઘડીથી એ તેનો વફાદાર સેવક બની ગયો.
ફલૅરન્સ તરત જ તેના ખાવા-પીવાની વ્યવસ્થા પિતાના કમરાન ખૂણામાં કરાવી દીધી. અને ધરાઈ ખાઈ-પીને ડિયોજિનિસે ફૉરન્સ પાસે પાછા આવી, પિતાના આગલા બે પગ તેના ઢીંચણ ઉપર માંડી, પિતાનું મેં તેની છાતી ઉપર દબાવી દીધું અને લાંબે વખત પિતાની પૂંછડી હલાવ્યા કરી. પછી ધીમેથી નીચે ઊતરી, તેના પગ આગળ જ આડો થઈ તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
મિસ નિપર કૂતરાંથી બહુ બીતી; અને તેથી તે જ્યારે ફૉરન્સના કમરામાં પેઠી, ત્યારે કોઈ ઝરણું ઓળંગવાનું હોય તેમ પગ આગળથી પોતાનાં કપડાં સમેટતી સમેટતી જ પેઠી.
પરંતુ ડિજિનિસને આળસમાં જરા પગ લાંબા કરતો જોતાંવંત તરત ઠેકડે મારી તે ખુરશી ઉપર ચડી ગઈ. આ ઘરમાં જેની તરફ સહેજ પણ સહાનુભૂતિ કઈ બતાવતું નહોતું તેવી ફલોરન્સ તરફ મિ. સૂર્સે દાખવેલી સહાનુભૂતિ અને મમતાથી તે બહુ પ્રભાવિત થઈ હતી. અને ફલેરન્સને પોતાના નાના ભાઈનો પ્રેમ પામનાર આ કૂતરા તરફ આટલી મમતા દાખવતી જોઈને તો તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ફૉરન્સના કઠોર પિતાની તુલના તે આ કૂતરા સાથે કર્યા વિના રહી શકી નહિ.
પછી સાંજે ફર્લોરન્સના કમરાના બારણું બહારની રવેશમાં ડિજિનિસ માટે સારી સરખી પથારીની ગોઠવણું ધ્યાનપૂર્વક કરી આપ્યા બાદ, સુસાને જતી વેળાએ ફૉરન્સને ઉતાવળે ઉતાવળે કહ્યું, “તમારા પપા કાલે સવારે ચાલ્યા જાય છે, મિસ ફલેય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org