________________
કાતાના તર પાતાની
આવવાની અન્ય હાર
કેપ્ટન ઍડવર્ડ કટલના વધુ પરાક્રમે ફરીથી બમણું જોરથી પોતાની ઉપર હુમલો કરવા દોડી આવશે. અથવા બંઝબી સાથે પિતાને ઘેર ગુપચુપ ચાલી ગયા બાદ, તેને એકાદ એરડામાં ભરમાવીને દાખલ કરી દઈ, બહારથી બારણું બંધ કરી, પોતાની તરફ પાછી આવશે. અથવા મિસિસ મૅકટિંજર ડે દૂર ગયા બાદ પાછી પોતાની તરફ આવવા નીકળી હશે, ત્યારે બંઝબીએ તેને ટૂંક રસ્તે અહીં લઈ આવવાની લાલચ આપી, જુદે દુરને માર્ગે ચડાવી દીધી હશે. એ બધું ગમે તે બન્યું હશે, પણ મિસિસ બૅકટિંજરે હવે પોતાનું સરનામું બરાબર મેળવ્યું હોઈ તે પિતાને પીછો પકડયા વિના રહેવાની નથી, એ વાત નક્કી !
છતાં મોડી રાત સુધી બંઝબી કે મિસિસ મેકસ્ટિંજર કોઈ પાછું ન આવ્યું, એટલે કેપ્ટન કટલે બીજે દિવસે શું થાય છે, એ જોવું રહ્યું” એવા વિચાર સાથે સૂવાની તૈયારી કરી.
તે જ ઘડીએ દુકાનના બારણું બહાર એક ગાડી આવીને ઊભી રહ્યાનો અવાજ આવ્યો. કેપ્ટન કટલે માની જ લીધું કે, મિસિસ મેકસ્ટિંજરે નહીં જ માન્યું હોય એટલે તેને ઘોડાગાડીમાં બેસાડીને પાછી અહીં લાવવામાં આવી હશે.
પણ ના! માત્ર બંઝબી જ આવ્યા હતા, અને તેમની સાથે કેપ્ટન કટલે મિસિસ મૅકટિંજરને ત્યાંથી કદી કાઢી નહિ જવાય એમ માનીને પાછળ મૂકેલે પટારો હતો !
કેપ્ટન કટલથી બંઝબી સાથે કશી વિશેષ પૂછપરછ થઈ શકે તેમ ન હતું —- કારણ કે તે ખૂબ પીને સાતમે આસમાને પહોંચી ગયા હતા. તેમણે માત્ર એટલું જ પૂછયું, “કટલ, આ તારી વાત છે ને ?”
કેપ્ટન કટલે હા પાડી. અને આભાર માનવા બંઝબીને હાથ તે પકડવા જાય, તે પહેલાં તો બંઝબી તેને હાથ આમળીને છૂટા થઈ બહાર જ નાઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org