________________
પિતા-પુત્રી
૧૨૩ લાગવાથી, જરા વધુ નજીક આવી, તેઓશ્રીએ આખું ભાષણ ફરીથી બોલો બતાવ્યું.
કેમ છે, મિસ ડોમ્બી ? મને ઘણું સારું છે, થેંક્સ, તમને કેમ છે ?”
ફર્લોરસે એ ભલા જુવાન પ્રત્યે પોતાને હાથ ધર્યો અને કહ્યું કે, પોતે મજામાં છે.
જવાબમાં મિ. ટ્રસે કહ્યું, “ખરેખર, મને ઘણું સારું છે; આનાથી વધુ સારું મને કદી હતું એવું મને યાદ જ આવતું નથી; આભાર; મને ઘણું સારું છે.”
તમે મળવા આવ્યા તે ઘણું સારું કર્યું; તમને જોઈને ઘણો આનંદ થયો,” ફલર-સે કહ્યું.
મિ. ટ્રેસે પોતાના કહ્યાને આવો સારો જવાબ મળ્યો જાણું આનંદથી ડચકારો વગાડ્યો. પણ પછી એ તે વધારે પડતો આનંદ વ્યક્ત કર્યો એમ માની, તેમણે તેમાં સુધારો કરવા એક નિસાસો ઉમેર્યો. પણ એથી કદાચ શેકની વધારે પડતી માત્રા ઉમેરાઈ ગઈ એમ માની, તેમણે “બિગડી ” સુધારી લેવા પાછો ડચકારો વગાડ્યો. પણ એ કશાથી પોતાને પૂરેપૂરો સંતોષ ન થતાં, તેમણે મોટેથી શ્વાસ લેવા માંડયા.
તમે મારા ભાઈ ઉપર બહુ પ્રેમ રાખતા; તે ઘણી વાર તમારે વિષે મને વાત કરતો.”
ના, ના, એ વાતની કશી ચિંતા નહીં.” બિચારા ટ્રસ્ટ પિતાને મેએ વારંવાર આવતા શબ્દો બોલી બેઠા. પછી આગળ કંઈક નવું બોલવાને ઈરાદે બોલ્યા, “આજે ગરમી ઠીક ઠીક છે, નહિ ?”
“હા, આજે બહુ સારી આબેહવા છે,” ફૉરસે ભલમનસાઈથી જવાબ વાળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org