________________
૧૨૨
ડી એન્ડ સન અને કશામાં કે કઈ રીતે તેમને મદદગાર થવાની તો સ્વપ્ન પણ કલ્પના ન કરીશ, સમજી?”
“વારુ ફઈબા, હું તો મારા કમરામાં જઈને સૂઈ જ જઈશ.”
ફલેરન્સને પિતાની બહુ લાગણી થતી હતી; તે બિચારી તેમની પાસે જઈ ભાઈના મૃત્યુના દુઃખમાં ભાગીદાર થવા ઘણું ઈચ્છતી હતી. પરંતુ આ ઘરમાં તે શક્ય ન હતું. એટલે મેલડી રાતે
જ્યારે આખું ઘર જંપી ગયું, ત્યારે તે ગુપચુપ ઊઠીને પોતાના પિતા સૂતા હતા –કે કદાચ બેઠા હતા–તે કમરાના બંધ બારણું પાસે કાન જોરથી દબાવી સાંભળી રહી – અંદરથી તેમની હિલચાલને કે છેવટે શ્વાસનો પણ કંઈ અણસાર કાને પડે છે !
અલબત્ત, મિ. ડેબીને તો ફૉરન્સ નામની કોઈ વ્યક્તિ આ ઘરમાં રહે છે, એવું પણ ભાગ્યે યાદ હેય.
પિલની અંતિમક્રિયા પછી એક અઠવાડિયા બાદ ફરન્સ કંઈક કામકાજ કરતી હતી, તેવામાં સુસાને આવીને તેને ખબર આપ્યા, “કઈ મુલાકાતી તમને મળવા આવ્યા છે. ”
“મુલાકાતી ? મને ?” ફર્લોરસે નવાઈ પામી પૂછયું. “હા, હા ! મિત્ર ટ્રસવળી ! ” સુસાને જવાબ આપ્યો.
પણ એટલી વારમાં તો મિત્ર ટ્રસ કમરાના બારાને ઢીંચણથી એક બે વખત ધકેલી અંદર આવીને જ ઊભા રહ્યા.
કેમ છો, મિસ ડોમ્બી ? મને ઘણું સારું છે, થેં; તમને કેમ છે ?”
ડે. બ્લિબરને ત્યાંના ભણતરથી જેમનું માથું સભર ભરેલું છે, તેવા આ નમૂનેદાર યુવાને ફરન્સને મળવા આવતા પહેલાં કેટલીય ગડમથલ બાદ, પ્રસંગને છાજે તેવું આ ભાવણ તૈયાર કર્યું હતું. પરંતુ પિતે આખું ભાષણ એકદમ ઉતાવળે બેલીને પૂરું કરી નાખ્યું એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org