________________
૩૧૪
ડી એન્ડ સન “ગૂડબાય !” ફરન્સે કહ્યું.
“ગૂડબાય, મિસ ડેબી ! ” મિસૂર્સ જવાબમાં થોથવાતા થોથવાતા બેલ્યા.
મિ. ટૂટ્સ હોટલમાં પોતાને ઉતારે પાછા ફર્યા, ત્યારે મરણિયા થઈ ગયા હોય તેમ સીધા પિતાની પથારીમાં તેમણે ઝંપલાવ્યું અને પછી લાંબે વખત એ સ્થિતિમાં જ પડી રહ્યા.
અને એ સ્થિતિમાં તે કદાચ ક્યામતના દિવસ સુધી પણ પડી રહ્યા હતા, પરંતુ ડૉ. લિંબરના મદદનીશ અને મિત્ર ટ્રસ્ટના મિત્ર મિ ફીડર તેમને મળવા આવતાં, મિ. ટૂટ્સ એકદમ બેઠા થઈ ગયા. અને એક વાર તે બેઠા થઈ ગયા એટલે તેમની બધી માનસિકશારીરિક પ્રક્રિયાઓ પણ પાછી બેઠી થઈ ગઈ
તેમાંય વળી જ્યારે મિફીડરે, પિતાની આંખ હૈલિંબરની સુપુત્રી નલિયા ક્લિંબર ઉપર છે, એ ગુપ્ત વાત મિ. ટ્રસ જેવા સહૃદયી મિત્રને જણાવી, ત્યારે તો મિત્ર ટુર્સ પાછા ફરન્સ પ્રત્યેના પોતાના જ ભાવમાં ફરીથી તણાવા લાગ્યા અને ડૂબવા લાગ્યા. તેથી મિ. ફીડરને તે ડૉ. લિંબરના મકાને વળાવી આવ્યા, ત્યાર બાદ તે ફર્લોરન્સના ઉતારાની આસપાસ, આમથી તેમ અને તેમાંથી આમ, આંટા જ મારવા લાગ્યા.
પરંતુ તે વખતે એ મકાનમાં મિસિસ ક્યૂટન પોતાની સુપુત્રી એડિથની કાયમની વિદાય લઈ રહ્યાં હતાં.
મિસિસ ટનના મૃત્યુના સમાચાર તરત મિ. ડોમ્બીને શહેરમાં પહોંચાડવામાં આવ્યા. મિસિસ સ્કયૂટનના નજીકના સંબંધી – પિત્રાઈ ફિનિક્સને પણ તરત ખબર આપવામાં આવ્યા. લગ્ન કે સ્મશાનયાત્રા બને પ્રસંગે હાજર રહેવા માટે અને ટેકે લેવા માટે પિત્રાઈ ફિનિકસ જેવો બીજો કોઈ ન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org