________________
૧૪
ડેએ એન્ડ સન પણ છેવટે, પોતાની બહેન જ્યારે બે ધિગાં ડેલ છોકરાને લઈને મિત્ર ડાબીને બતાવવા આવી, ત્યારે તે એ છોકરાંની માતાને અને પતિને જેવા કબૂલ થયા. તેમના અંતર-ચક્ષુ સમક્ષ, પિતાને નાનકડા પુત્ર પણ એ છોકરાની માને ધાવીને એવો ધિંગે થાય, એ વાત સહેજે ફુરી ગઈ
પણ ના; એ તુચ્છ બાઈ માત્ર દૂધ ધવરાવ્યું હોવાને કારણે ડોમ્બી એન્ડ સન સાથે ભવિષ્યમાં પણ પોતાનો કોઈ સંબંધ માનતી થઈ જાય તો ? તરત તેમણે ડલ પતિ-પત્ની આવ્યા એટલે ગંભીરપણે બાઈને ઉદ્દેશીને સધન કર્યું –
ભલી બાઈ તમે લોકો ગરીબ છો, એ હું જોઈ શકું છું. એટલે મારા પુત્રની ધાવમા તરીકે કામ કરીને તું પૈસા કમાવા ઈ છે એ સ્વાભાવિક છે. મારા પુત્રને જે ખેટ પડી છે, તે તે કશાથી ભરપાઈ થઈ શકે તેમ નથી, પરંતુ તારા કુટુંબની સુખ-સગવડમાં તું વધુ કમાણી કરી ઉમેરો કરે, એમાં મને કશો વાંધો હોઈ શકે નહિ. ઉપર ઉપરથી તે તું આ કામને માટે લાયક દેખાય છે. પણ મારા ઘરમાં નોકરીએ ચડે, તે પહેલાં મારે એક કે બે શરતો મૂકવાની છે. તારું નામ ગમે તે હોય તો પણ મારા ઘરમાં તું બાઈરિચાર્ડ્ઝ તરીકે જ ઓળખાશે. તારે પોતાને એ નામે ઓળખાવામાં કશે વધે છે? તું તારા પતિને પૂછી લે.”
પતિએ તો આ દરમિયાન ટેવ પ્રમાણે પિતાના હાથનો પંજો હોઠ ઉપર ફેરવ્યા કરી તેને ઘૂંકથી ભીને કરવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. તેણે આ સવાલના જવાબમાં કહ્યું, “એને જે નામે બેલાવવી હોય તે નામે બેલાવજો; અને પગારમાં એ બાબતની પણ ગણતરી કરી લેજે, એટલે બસ.”
જરૂર; હું બધી વાતોને પગાર-ગણતરીને સવાલ જ કરી મૂકવા માગું છું. તો જે, બાઈરિચાર્ડઝ તું અહીં રહીને મારા પુત્રને ધવરાવતી હશે તે બદલ હું તને પૂરતા પૈસા આપીશ; પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org