SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ડિમ્મી એન્ડ સન “તો પછી કોની ?” મિડેબીની. પરંતુ બેટા, ત્યાર પછી તે એ લોકોને મેં ઘણી વાર જોયાં છે. હું તેને પણ મળી છું. એને તે કલ્પના પણ નહીં હોય કે હું કોણ છું !” અને તમે કોણ છો તે જાણવાની તેને બહુ દરકાર પણ ખરી ને !” પણ અમે બંને મોઢામેઢ થઈ ગયાં હતાં. તે મારી સાથે બેલ્યો; અને હું તેની સાથે બેલી. પછી તે લાંબી ઝાડીમાં થઈને ચાલતો થયો, ત્યારે તેના દરેક પગલે મેં તેના ઉપર શાપ વરસાવ્યા હતા.” “તમારા શાપ છતાં એ તો ઊલટે વધારે ફાલશે – કૂલશે! પણ તે હજુ પર છે કે નહીં?” “ના, બેટા.” “તો પરણવાની તૈયારીમાં હશે, ખરું ને?” “ના બેટા, એવું પણ કંઈ જાણમાં નથી આવ્યું. પણ તેનો શેઠ અને મિત્ર પરણી ગયો. પણ એ લગ્નથી એ બધા કરતાં, આપણને જ રાજી થવાનું વધારે મળવાનું છે, યાદ રાખજે.” દીકરીએ માને વધુ ખુલાસો કરવા જણવતી હોય એ રીતે તેની તરફ જોયું. “પણ બેટા, તું ભૂખી-તરસી હશે. મારી પાસે તો આ અર્થે પિન્સ જ છે. તારી પાસે કંઈ છે? થોડું ઘણું ખાવા-પીવાનું ખરીદી લાવું.” દીકરીએ તેને તાજેતરમાં હરિયેટ પાસેથી મળેલા પૈસા બહાર કાઢી, હાથમાં જ રાખીને બતાવ્યા. “બસ આટલા જ છે ?” “એટલા પણ મને દયાદાનમાં આજે જ મળ્યા છે?” ૮૮ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy