SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ સુસાનની વિદાય “વાહ, વાહ; ખરેખર?” સુસાને જરા હસીને જવાબ આપ્યો. “હા, અને મારી સામે જોઈને હસવાની જરૂર નથી, દુત્તી ! તારું હસવાનું હું કાઢી નાખીશ, સમજી? અહીંથી અબઘડી બહાર નીકળ !” “પણ અબઘડી જ ચાલી જવાની છું, ખાતરી રાખજે. બાર બાર વરસથી હું મારાં બાનુની નોકરીમાં રહી છું, પણ પિંપચિન નામના પ્રાણીએ આપેલી નોટિસ હેઠળ એક કલાક પણ હું રહેવા માગતી નથી.” તો તારા જે ઉકરડે જલદી ટળે તેની પંચાત પણ કાણું કરે છે, મારી બારાત ! પણ તું જે હજુ આ કમરામાંથી નહિ નીકળે, તો તને ધક્કા મરાવી બહાર કઢાવવી પડશે.” સુસાન સ્વસ્થતાથી મિત્ર ડાબી તરફ ફરીને એટલું જ બોલી, “મને એટલી નિરાંત છે કે, સાચી વાત મારે તમને સંભળાવી હતી તે મેં સંભળાવી દીધી છે અને હવે પાંચસો પિપચિનો અહીં ભેગી થશે, તો પણ એ વાત ન-સંભળાવી થવાની નથી.” આટલું કહી, મિસ નિપર તરત પોતાના કમરામાં ચાલી ગઈ અને ત્યાં પોતાની પેટીઓ ઉપર બેસી નિરાંતે રડવા લાગી. પણ ડી જ વારમાં બારણાં બહાર ઊભેલી મિસિસ પિપચિનને અવાજ સાંભળી, તે પાછી ઉકેરાટમાં આવી ગઈ “ મની ડાકણ, એને મળેલી નોટિસનો સ્વીકાર કરવાની છે કે નહિ ?” મિસિસ પિપચિને બહારથી પૂછયું. મિસ નિપરે અંદરથી જ જવાબ આપ્યો કે, “એ વર્ણનવાળા મેંઢાની બાઈ, આ ભાગમાં નથી રહેતી; તેનું નામ તે પિપચિન છે અને તે હાઉસકીપરના કમરામાં રહે છે.” તું કૂતરી વધારે તારે સરસામાન લઈને ઘરમાંથી ચાલી જા ! તારે મહિનાની નેટિસનો પગાર પણ ઉપાડતી થા ! જેણે સારા દહાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy