________________
ઉ૩૪
ડોમ્બી એન્ડ સન તે જ વખતે મિ. ડોમ્બીની બૂમો સાંભળી મિસિસ પિપચિન ઉતાવળાં અને રઘવાટમાં એ કમરામાં દાખલ થયાં અને સુસાનને અંદર જોઈ એકદમ તેના ઉપર તડૂક્યાં – “આ શું માંડયું છે, બિલી ? તું અહીં ક્યાંથી ?”
સુસાન તેના તરફ માત્ર ઘૂરકતી નજરે જોતી ચૂપ રહી.
મિ. ડાબી હવે તડૂક્યા, “આ બધું આ ઘરમાં શું ચાલે છે? તમને આ ઘરમાં દેખરેખ રાખવા નીમવામાં આવ્યાં છે, અને તમે શું જુઓ છો? આ બાઈને ઓળખો છો કે નહિ ?”
જરાય સારી નથી, એટલું જરૂર કહી શકું છું. હે દેડકી ? પણ તું અહીં શી રીતે ઘૂસી આવી ? નીકળે છે કે નહીં ?
પણ નિપરે તો માત્ર બીજી તિરસ્કારભરી નજર એના ઉપર નાખી.
“તમે આવી વ્યવસ્થા જાળવો છો, મેડમ ?” મિ. બીએ હવે જીવે ઉપર આવીને પૂછયું, “આવાં માણસોને મારા કમરામાં સીધાં મારી પાસે આવી મને પૂછપરછ કરવાની રજા તમે આપો છો, એમ? એક સગૃહસ્થને – એના પિતાના ઘરમાં – એના પિતાના કમરામાં – નોકરડીઓ આવીને નફફટ રીતે ફાવે તેવી વાતો સંભળાવે ?”
ખરી વાત છે, સાહેબ, કોઈ પણ ઘરમાં આવું તે ના ચાલે; પણ આ બાઈને મિસ ડોમ્બીએ ચડાવી મારી છે એટલે તે કોઈને કહ્યામાં નથી રહી, સાહેબ. શરમ છે તને, બિલી ! તું અહીંથી ટળે છે કે નહીં ?”
“પણ મારા ઘરની નોકરીમાં એવાં માણસ હોય કે, જે કેઈન કાબૂમાં ન હોય, તો તેવાંને શું કરવું, એ તમે જાણતાં હશે, એમ હું માનું છું. એકદમ એને અહીંથી બહાર કાઢો.”
સાહેબ, મારે શું કરવું જોઈએ, એ હું બરાબર જાણું છું; અને હું તેમ જ કરવાની છું; ચાલ એય, આ કલાકથી માંડીને તને એક મહિનાની નોટિસ છે, સમજી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org