SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પલને ઉછેર થઈ જતી. પછી ઘરડા ડોસાની પેઠે તે મોટી આરામ-ખુરશીમાં ટેકો દઈ, વિચાર કરવા લાગી જતો. મિ. ડખ્ખી હવે તેને અમુક વખતે નિયમિત પોતાની પાસે ખુરશીમાં બેસાડતા. અલબત્ત, તે વખતે પણ મિ. ડોબી પોતાના ગૌરવને છાજે તે રીતે જ બેસતા અને વર્તતા, જેથી પલ પણ ડોમ્બી એન્ડ સનના ગૌરવને નાનપણથી સમજતે તથા સાચવત થાય. એક વખત અચાનક પેલે પિતાને પૂછયું– પપ, પૈસા એ શી વસ્તુ છે ?” મિ. ડોબી અણધાર્યા પુછાયેલા આ પ્રશ્નથી ઍક્યા. તે એટલું જ બોલ્યા, “પૈસા? પૈસા એટલે શું, એમ ?” હા, ૫૫, પૈસા શી વસ્તુ છે ?” મિ. ડોબી તેને વિનિમયનું સાધન, ચલણ, હૂંડિયામણ, નોટ, સોનુંરૂપું ઇત્યાદિ પરિભાષામાં જવાબ આપવા ગયા; પણ પછી સામે બેઠેલા નાના બાળકને લક્ષમાં લઈને બેલ્યા: “સોનું, રૂપું, તાંબું, રસીસું, શિલિંગ – અર્થો પેન્સ એ બધું પૈસા કહેવાય.” એ તો હું જાણું છું, પપા; પણ પૈસા છેવટે શી વસ્તુ છે ?” પૈસા એ છેવટે શી વસ્તુ છે? તું મોટો થઈશ તેમ એ સમતો જશે, પેલ; અત્યારે તો એટલું જાણું રાખ કે, પૈસાથી કાંઈ પણ કરી શકાય; કાઈ પણ વસ્તુ મેળવી શકાય.” કઈ પણ વસ્તુ, પપા ?” હા, લગભગ કોઈ પણ વસ્તુ; અલબત્ત, એટલા પૈસા પાસે હોવા જોઈએ.” “તો પછી, પૈસા આપણી પાસે ખૂબ છે, છતાં મારી મમાને કેમ જીવતી રાખી ન શકાઈ?” મિ. કૅબ્બી હવે ખરેખર ભયભીત થઈ ગયા. આ છોકરાને તેની માનો ખ્યાલ ભુલાવવા તેમણે ખાસ કાળજી રાખી હતી અને રખાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy