________________
ડેડી એન્ડ સન “હા ! ”
“વેલર સાથે પરણવાનું, તુ જ ને ?” કેપ્ટન કટલ પિતાને ટોપો હવામાં ઊંચે ઉછાળતા બોલી ઊઠયા.
હા !” ફરન્સ એકી સાથે રડતી અને હસતી બેલી ઊઠી.
૫૦ મિ. ડબ્બી અને દુનિયા
આ દિવસો દરમ્યાન પેલો અભિમાની માણસ શું કરતો હતો? તે કદી પિતાની દીકરી વિષે વિચાર કરતો હતો? કે તે ક્યાં ગઈએની જરાય પરવા કરતો હતો? કે પછી તે એમ જ માનતો હતો કે, તે તો ઘેર પાછી આવી જ હશે અને એ ઘરમાં તેની જૂની રીતે જીવન ગાળતી હશે ? કઈ એ પ્રશ્નોના જવાબ આપી ન શકે. જોકે, તેણે તે દિવસથી કદી ફલૅરન્સનું નામ મેએ આપ્યું ન હતું, અને તેના ઘરનાં માણસો એ નામ તેની સામે દેવાની હિંમત પણ કરી શકતાં ન હતાં. તે માણસની બહેન તેને આ વિષે કંઈકે પૂછવાની હિંમત કરી શકે, પણ એને તો તેણે બેલતી એકદમ ચૂપ જ કરી દીધી હતી.
વાત એમ બની હતી કે, ફરન્સ જે દિવસે વિદાય થઈ તે દિવસે જ મિ. ડાબીના કમરામાં પેસતાં પેસતાં જ તેમની બહેન બેલી હતી,–“વહાલા પલ, તમારી પત્ની --એ ઊખડેલ રખડેલ બાઈ ! જેનાં અભિમાન અને તુમાખીને સંતોષવા તમે તમારાં સગાંને પણ ભોગ આપ્યો હતો, તેણે કે બદલે આપ્યો ?” આમ કહીને તે ભાઈને ગળે જ વળગી પડી. પણ ભાઈએ તરત અક્કડ હાથે ખસેડીને તેને ખુરશી તરફ ધકેલી મૂકી.
તારો આભાર માનું છું, લુઈઝા, મારા પ્રત્યે આ સ્નેહ બતાવવા બદલ; પણ મારી ઈચ્છા છે કે, આપણે વાતચીત તે સિવાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org