________________
મિ દ્વટ્સની ફરિયાદ
૩૯ સંબોધી શકો, – ભલે બીજા કોઈ કારણે હું તે નામને લાયક ન હોઉં, પણ તમારા પ્રત્યે મારા અંતરમાં જે પ્રેમ અને આદર ઊભરાય છે – મારું આખું હૃદય તમારું જ છે તે કારણે !”
“વલ્ટર, વૉલ્ટર ! તમે બહુ જ ગરીબ છો શું?”
“હું તો અત્યારે રખડતો માણસ છું; હું સમુદ્ર પાર મુસાફરીએ કર્યા કરીને નિર્વાહ ચલાવું છું.”
તો તમે ફરીથી પાછા જલદી મુસાફરીએ ચાલ્યા જવાના છે,
શું ?”
“બહુ જ જલદી.”
વેટર, તો તમે પણ સાંભળી લો ! બીજે કશો સંકેચ રાખ્યા વિના જે તમે મને તમારી પત્ની બનાવશો, તો હું તમને ખૂબ પ્રેમથી ચાહીશ; તથા મને તમારી સાથે જ આવવા દેશો તો જરાય બીત્યા વિના દુનિયાને છેડે તમારી સાથે આવીશ. તમારે માટે મારે કશાને ત્યાગ કરવાનો નથી, હું તો માત્ર તમને આખી જિંદગી ચાહવા જ ઈચ્છું ; અને મારી મરતી વેળાએ પણ જે મને ભાન રહ્યું હશે, તો તમારું નામ જ યાદ કરીને ઈશ્વર પાસેથી તેના ઉપર આશીર્વાદ માગીશ.”
ફરન્સ અને વોલ્ટર જ્યારે કેપ્ટન કટલ પાસે આવ્યાં, ત્યારે કેપ્ટન કટલ બેલી ઊઠડ્યા, “મારાં વહાલાં દીકરી, તમે વોલ્ટર સાથે બહુ લાંબી વાતો કરી, કંઈ !”
ફૉરન્સ કૅપ્ટનના કોટનું મોટું બટન હાથમાં પાડીને કહ્યું, “વહાલા કેપ્ટન, જે તમે પરવાનગી આપો, તો મારે એક વાત તમને કહેવી છે.”
“શી વાત કરવી છે, મારાં વહાલાં બાનુ? વાત જ કરશે ને ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org