SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ વાપાત ૩૬૩ થોડે દૂર લંબાઈને દાદર આગળ પહોંચતી એાસરી તે ઓળંગતી હતી, એટલામાં તેણે દાદર ઉપરથી કઈ પુરુષને ઊતરતો છે. તેના પિતા જ હશે એમ માની, તે જરા અંધારામાં છુપાઈ ગઈ– કારણ કે, એ ઓસરીમાં પૂરેપૂરું અજવાળું તો કઈ મોટા પ્રસંગે જ કરાતું. પરંતુ એ તો મિત્ર કાર્યર હતા ! તે એકલા જ ચુપકીદીથી નીચે ઊતરતા હતા – સાથે કાઈ નોકર ન હતો, તથા તે જાય તે માટે ઉપરથી દેરડું ખેંચી ઘંટ પણ ગાડવામાં આવ્યો ન હતો. મિ. કાર્કર જાતે જ બારણું ઉઘાડીને બહાર નીકળી ગયા, અને પછી ધીમેથી તેમણે પોતે જ બારણું પાછું વાસી દીધું. તેમની આ હિલચાલમાં કશુંક એવું છૂપા જેવું લાગ્યું કે, ફલેરન્સ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. ફૉરન્સ અત્યારે પણ એડિથને તેના કમરાની બહાર ક્યાંય મળી શકી નહીં. સાંજના તે બહાર જવાની હતી, એવું તેણે સાંભળ્યું હતું, એટલે દાદર આગળ જ તે આવે તેની રાહ જોઈને એ ઊભી રહી. થોડી વારે દાદર ઉપરથી તેના ઊતરવાને અવાજ આવ્યો. તે પણ એકલી જ નીચે આવતી હતી. સાથે કોઈ નોકર ન હતો ! પરંતુ કલેરન્સ જેવી હાથ લાંબા કરી, રડતે ચહેરે તેના તરફ ધસી ગઈ, તેવી જ એડિથ એકદમ પાછી ખસી ગઈ અને ચીસ પાડી ઊડી – ના, ના, મારી નજીક ન આવતી ! મને અડકતી નહિ ! મને જવા દે! જવા દે !” મમા ફરસે બૂમ પાડી. “મને એ નામે ન બેલાવતી ! મારી સાથે જરા પણ ન બેલતી! મારી સામે તું ન જોઈ શ– ફલેરન્સ !” પણ ફરન્સ તેમ છતાં તેના તરફ આગળ વધી એટલે તેણે બીજી ચીસ નાખી – “મને અડતી નહિ!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy