________________
૨૮૮
ડેબી એન્ડ સન – યોગ્ય ગૃહિણી થવાનાં છો. તે જ વખતે મેં નક્કી કર્યું હતું કે, આ વાત તમે અહીં તમારું સ્થાન પ્રાપ્ત કરે ત્યાર પછી તમને જ કરવી. તમારો જે કંઈ પરિચય આ દરમ્યાન મને થયું છે, તે ઉપરથી મને લાગે છે કે, તમને આ ઘર અંગેની કોઈ વાત કરું અને મિ. ડાબીને ન કરું, તો પણ હું મારી ફરજમાંથી ચૂક્યો ન ગણાઉં. કારણ કે, તમારા હાથમાં આ ઘરનું બધું ભેગક્ષેમ સહીસલામત છે, એમ હું માનું છું. તો આ વાત તમને કરી દીધા બાદ, હું મારી જવાબદારીમાંથી મુક્ત થયો, એમ હું માની શકું ?”
ઠીક છે; તમારી વાત તમે મને યોગ્ય રીતે સુપરત કરી છે, એમ તમે માની શકે છે. અને હવે એ આગળ નહીં જાય, એ જોશો એવી હું આશા રાખું છું.”
પેલ નમ્રતાપૂર્વક માથું નીચું નમાવી નમન કરી ચાલતો થયો.
સાંજના મિ. ડેબી, મિસિસ ડોમ્બી અને મિસિસ ડ્યૂટન બહાર જમવા જવાનાં હતાં. તે માટે ત્રણે તૈયાર થતાં હતાં, એવામાં મિસિસ સ્કયૂટનની તહેનાતબાનુ ફલાવર્સ એડિથના કમરામાં દોડતી આવી અને કહેવા લાગી –
“મેડમ, ચાલો તે; મિસિસને કંઈક થયું છે અને માંના વિચિત્ર ચાળા કરે છે.”
એડિથ માના કમરા તરફ દોડી ગઈ અને જોયું તો મને લકવો થઈ ગયો હતો. તરત તેમનો બધો કૃત્રિમ સાજ-શણગાર ઉતારી નાખવામાં આવ્યો. અને તેમને “કુદરતી” સ્થિતિમાં લાવી મૂકવામાં આવ્યાં. ડોકટરે આવ્યા અને તેમણે અભિપ્રાય આપ્યો કે, આ હુમલામાંથી તે ભારે ઉપચારેથી ઊભાં થઈ શકશે, પણ આવો બીજો હુમલે તેમને માટે ખતરનાક નીવડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org