________________
એક કરતાં વધુ ચેતવણીઓ
૨૮૭ “મેં એ બધી વાત સાંભળી છે, અને તમે એ વાતને વિપરીત રીતે રજૂ કરે છે અથવા અધૂરી જ જાણે છે, એમ મારે કહેવું જોઈએ – ઠીક, આગળ ચાલે.”
મારા જેટલું એ વાતને પૂરી કઈ જાણતું નથી, એ મને વચ્ચે જ કહેવા દો. તમારે ઉદાર અને આગ્રહી સ્વભાવ તમારા પતિના કે તેમના કુટુંબની આબરૂમાં સહેજ પણ ઊણપ આવે એ ન જ સહન કરી શકે, એ હું સમજું છું. પરંતુ હું મારાં સમગ્ર સાધનો વડે પૂરી ખાતરી કરી લીધા બાદ જ આટલું કહેવાની હિંમત કરી શક્યો છું, એવું માનવા વિનંતી કરું છું. તમે મિસ ફલૅરન્સમાં રસ ધરાવો છો, એ મને ખબર છેઃ અને અલબત્ત, તમારા પતિને લગતી બધી બાબતોની જેમ આ બાબતમાં પણ રસ ધરાવો છે, એ પણ હું કબૂલ કરું છું. આ બધી વાત મિડાબી જાણતા નથી, અને તમારા તરફથી સહેજ પણ ઈચ્છા પ્રગટ કરાશે, તો તે કદી જાણુ પણ નહિ; કારણ કે, તમને એ બધું હું કહી દઉં, એટલે મેં મિત્ર ડોમ્બીના સાચામાં સાચા હિતૈષીને જ કહી દીધું એમ જ હું માનું. મારે એટલું જ કહેવું છે કે, મિસ ફૉરન્સ જે પેલા સંબંધે હજી ચાલુ રાખશે – અને હજી ચાલુ રાખી રહ્યાં છે, એની મને છેલ્લામાં છેલ્લી તારીખવાર ખબર છે - અને ભોગમે તેમના પિતાના જણવામાં આવશે, તો તેમને ઘરમાંથી – મિલકતમાંથી – બધામાંથી દૂર કરશે, એ મને ડર છે. કારણ કે, મિ. ડેામ્બીનો મિસ ફલેરન્સની બાબતમાં પૂર્વગ્રહ કેટલે ભારે છે તે હું જ જાણી શકું.”
એડિથનું મેં લાલ લાલ થઈ ગયું તથા અંતરમાં ધૂંધવાવા લાગેલા ગુસ્સાથી તેનાં નસ્કોરાં ફૂલી જવા લાગ્યાં. કાર્કર એ જેવા છતાં જાણે ન જોયું હોય તેમ બેલવા લાગ્યું –
“આ વાત અંગે જ મિ. ડેબીએ મને લીમિંટન બેલા હતો. ત્યાં મને પહેલી વાર તમને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતથી જ હું જાણું ગયો હતો કે, તમે આ ઘરનાં ભાગ્યવિધાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org