________________
લાદક અને ભાવવાહી છે, એ પ્રથમ જ કહી લઉં. સુંદર અને સુઘડ છપાઈ તે જમાનામાં સુરમ્ય ચિત્રો, રસાળ અનુવાદ, ત્રિરંગી જેકેટ અને સરસ બાંધણું, એ પરિવાર સંસ્થાને એક ઉજજવળ પ્રકાશનસંસ્થાનું બિરુદ અપાવી શકે તેમ છે. એ રીતે ગુજરાતની અન્ય પ્રકાશન-સંસ્થાઓને પ્રકાશન-સેવાના ક્ષેત્રે પરિવાર સંસ્થાના નિષ્ઠાવાન પ્રયાસો, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
આ વાર્તામાં તેના મૂળ લેખકે બાપ-દીકરે, બાપ-દીકરી, ભાઈબહેન, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, નોકર-શેઠાણું, વફાદાર કે નિમકહરામ શત્રુ-મિત્ર, કાકા-ભત્રીજા વગેરે અનેક પ્રકારના કૌટુંબિક અને અન્ય સંબંધે અને વ્યવહારનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. અને એ એવી ખૂબી અને કસબથી કર્યું છે કે, વાર્તા લાંબી હોવા છતાં, વાચક પ્રેમથી તેને આગળ ને આગળ વાંચ્ચે જ જાય છે. સફળ વાર્તાકારની આ જ ખરી ખૂબી કહેવાય.
વાર્તાની શરૂઆત મિડ ડેબીને ઘેર પુત્રની પ્રસૂતિ થાય છે તે પ્રસંગથી થાય છે. આ સમયે તેને છ વર્ષની એક દીકરી છે, પરંતુ ડોમ્બી સાહેબને દીકરીની પરવા જ નથી. તેને તો દીકરે જ જોઈએ ! એના જેવી વેપારી પેઢીને દીકરી રૂપી “માલ” નો શે ખપ ?
મિ. ડોબી પોતે એક મોટી તવંગર પેઢીને અભિમાની વારસદાર છે. કેઈ સ્ત્રીને તે પરણે તો તે સ્ત્રી ભાગ્યશાળી બને, એવું માનવા જેવો તેને મિજાજ છે. તેની પ્રથમ પત્ની પુત્રના જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. તેની અસર તેના ઉપર એટલી જ થાય છે કે, તેના ઘરના સરસામાનમાંથી એકાદ ચીજ-વસ્તુ જાણે ઓછી થઈ! તેને પોતાની જિંદગીમાં કોઈ મિત્ર મળે નહીં અને તેને મિત્રની પરવા પણ હતી નહીં. દીકરાના નામ અને દીક્ષા વિધિ પછીના ખાણમાં આનંદને બદલે મરણ પછીનું ખાણું હોય તેવો દેખાવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org