________________
થવા દે છે! બધા જ્યારે આનંદમાં હેય, ત્યારે તે પોતે એક મુડદાલા નિર્જીવ માણસ હોય તેમ, રશિયન મેળામાં વેચવાનો હોય તેવો ઠંડીમાં થીજી ગયેલે, લાગણી વિનાને, અડિયલ ખચ્ચર જેવો જ બેસી રહે છે. તેના દેખાવ જેવો જ સ્ટાર્ચથી કડક કરેલે તેને પોશાક છે; અને એ પોશાકમાં વધુ કડક થઈને તે બેસે છે.
પોતાની સગી દીકરી પ્રત્યે તો તેને તુચ્છકાર અને અણગમે હતો જ; પિતાની બીજી વખતની પત્ની સાથે પણ તે એવું જ તુચ્છ અને કડક વર્તન રાખે છે. એ નવી પત્ની પણ સ્વભાવે બહુ અભિમાની જ હતી; એટલે એ બે અભિમાને સામસામે અથડાતાં કૌટુંબિક જીવનમાં કેવળ તણખા જ ઊડે છે અને આગ લાગે છે. છેવટે એ બીજી પત્ની મિત્ર ડાબીના અભિમાનને ધૂળભેગું કરવા ખાતર જ તેના લુચ્ચા મેનેજર સાથે ભાગી જાય છે – ભાગી જવાનો દેખાવ કરે છે અને એ લુચ્ચા મેનેજરને પણ હંમેશને માટે ખતમ કરે છે, – એ વળી જુદી વાત.
છેવટે “ડાબી એન્ડ સન’ જ્યારે દેવાળું કાઢે છે, ત્યારે જ મિ. ડોબી સહેજ નરમ અને ઢીલો પડે છે. તેના અભિમાનને એવડી મોટી ઠેકર તેની મર્માળી જગાએ એટલે કે ધનની બાબતમાં જ વાગવાની જરૂર પડે છે.
ડોમ્બીને ધન વિષેના ખ્યાલ બહુ વિચિત્ર છે. આપણું સંસ્કૃત સુભાષિતની માફક બધા જ ગુણુ કાંચનમાં છે, તેમ જ નાણુથી દુનિયામાં જે કંઈ ધારીએ તે થઈ શકે છે, એવું તે માને છે. બધા નવા થયેલા ધનિકે એમ જ માનતા હોય છે. પરંપરાથી ધન પચાવીને ઊભી થયેલી ખાનદાની તેમનામાં હોતી નથી. કેવળ આછકલાપણું જ તેમનામાં હોય છે.
લક્ષ્મીની ચંચળતા, લક્ષ્મીની નબળાઈ લક્ષ્મીમાંથી ઊભી થતી આશા અને નિરાશાઓ અને છેવટે તેમાંથી કશું જ કાયમી નીપજતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org