________________
१२
શકશે કે, આવા પરદેશી લેખકાની પરદેશી પાત્રાવાળી મેટી નવલકથાએ પણ માતૃભાષામાં યથાયેાગ્ય ઉતારવામાં આવે, તે તે આપણા વાચાને, મૂળ કરતાં પણ વધુ આનંદ અને ખાધ આપી શકે છે. મારા ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા પંદર વર્ષના કામકાજના નિકટ અનુભવ પરથી હું કહી શકું છું કે, માતૃભાષા બધા ભાવેા, બધી લાગણીઓ અને બધા વિચારા માટે સૂક્ષ્મ, સચેટ અને લચકદાર માધ્યમ પૂરું પાડી શકે છે. વિદ્યાર્થીઓને તેમનાં પાપપુસ્તકા અને આવાં વિશ્વસાહિત્યનાં બીજાં પરદેશી પુસ્તકે માતૃભાષા દ્વારા વાંચવા મળે છે ત્યારે વરસાદના પાણી જેવાં મીઠાં મધુરાં લાગે છે.
r
ડિકન્સ ઇંગ્લૅન્ડના હૃદયમાં છેલ્લા સવા સૈકાથી ચિરંતન સ્થાન પામેલે છે. તેની પ્રાસાદિક વાણી ઈંગ્લૅન્ડમાં ઘેર ઘેર ગુ ંજતી રહી છે. તે બધું ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન મેં નજરે જોયું છે. તેનાં કેટલાંય પાત્રો અને પ્રસંગે આજ લંડનની શેરીએમાં અમર થઈ ગયાં છે, એ આ મશક્રૂર લેખકની રસપૂર્ણ કલમને પ્રતાપ અને અનન્ય લોકપ્રિયતા દર્શાવે છે. ડિકન્સને ટોલ્સ્ટોયે વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને દરજો શૅક્સપિયર કરતાં ઉપર મૂકયો છે, તે અભ્યાસ અને કસેાટીની ઝીણી ચાળણીમાંથી ચાલ્યા બાદનું પરિણામ છે. ડિકન્સ માનવતાનું હાર્દ પકડે છે, અને તેને આસ્વાદ એનાં સામાન્યમાં સામાન્ય પાત્રા દ્વારા પણ આપણને આપી શકે છે.
*
""
ડામ્બી ઍન્ડ સન આ લાંબી વાર્તા આજના આપણા કેટલાક નવલકથાકારોની માફક, લેાકાને કેવળ મનેારંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નહિ જ લખી હાય. રાણી વિકટેરિયાના સમાજની વિવિધ ઊણુપા પોતે એક માનવતાવાદી તરીકે જોઈ, તેમને ખુલ્લી કરી બતાવી, તેમની સામે પ્રબળ લેાકમત કેળવવા જ તેમણે લખી હશે, એમ સ્પષ્ટ દેખી શકાય છે.
આ સંક્ષેપમાં પણ મૂળ લેખકની રોલી તથા સુંદર પાત્રનિરૂપણ અદ્ભુત રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ આહ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org