SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કૅપ્ટન કટલની કામગીરી ૧૧૩ મારા માથા આગળ આ પ્રકાશ શાનો દેખાય છે? મને રસ્તો બતાવતો લાગે છે; હું આ આવ્યો, મમ્મા!” તરત જ પેલનું પ્રાણપંખેરું તેના દૂબળા શરીર તજીને એ સ્વર્ગીય પ્રકાશની પાછળ પાછળ ઊડી ગયું. ૧૭ કૅપ્ટન કટલની કામગીરી કન કટલ, બે જુવાનિયાંના હિતમાં પોતે પોતાના મન સાથે ગોઠવેલી ગૂઢ યોજના પાર પાડવા, હાથમાં ગુચ્છો લઈ પિતાની ચાલાકી અને હોશિયારી ઉપર એકલા એકલા આંખ મિચકારીને વારી જતા, મિ. ડોમ્બીને ઘેર આવી પહોંચ્યા. પરંતુ દરવાન પાસેથી જ માસ્ટર પલની ગણાતી આખરી ઘડીઓની વાત સાંભળી, તરત જ પોતાનો ગુચ્છો આખા કુટુંબની શુભેચ્છામાં ત્યાં જ મૂકી દઈ આ આફત સામે કુટુંબ ટટાર ઊભું રહેશે અને તોફાન હેમખેમ પાર કરી જશે એવી આશા પ્રગટ કરી, “બીજે દિવસે ” આવવાનું કહી, ત્યાંથી ચાલતા થયા. ઑલ્ટર જ્યારે તે રવિવારે સાંજે ઘેર પાછો ફર્યો, ત્યારે પલના મૃત્યુના એવા કારમાં સમાચાર લઈને આવ્યો હતો કે, પોતાના કાકાને કેપ્ટનકાકાએ કશી વાત કરી છે કે નહિ, એ જાણવાની તેને દરકાર જ ન હતી. કેપ્ટન કટલ પરંતુ ત્યાં જ બેઠા હતા, અને વોલ્ટરને જોઈ પોતાના હૂકવાળા હાથ વડે કોણ જાણે શી શી નિશાનીઓ હવામાં કરવા લાગી ગયા. પરંતુ વેટર જે સમાચાર લાવ્યો હતો, તે સાંભળ્યા પછી, મિ. ડેબી પાસે જવાને વિચાર કેપ્ટન કટલે માંડી જ વાળ્યો. – ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy