________________
આબેહૂબ ખ્યાલ રજૂ કર્યો છે. સેવાની પાછળ છુપાયેલ કમાવાની ઉત્કટતાનું વર્ણન સુંદર રીતે કર્યું છે. આજે ૧૨૫ વર્ષ બાદ પણ વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે, પરંતુ તે જ ઝડપે ડોકટરોની સેવાભાવનામાં ઝાઝો ફેર પડ્યો નથી.
તે જમાનામાં પણ દેખાવડી છોકરીઓનો ગરીબ અને તવંગર બંને વર્ગોમાં તેમનાં મા-બાપ વેપાર કરતાં. એડિથ તેની માને પણ આવા કામ માટે રોકડું પરખાવી દે છે. આવા ગોઠવાયેલા તંત્ર વચ્ચે તે ડોમ્બીને પરણે છે, પણ તે દિલથી તેને ચાહી શકતી નથી.
આમ તે વખતના વિલાયતી સમાજનું સુંદર ચિત્ર લેખકે આ વાર્તામાં રજૂ કર્યું છે. પરિવાર સંસ્થાની નવી ચેપડી માટે કાંઈક લખવાને નિમિત્તે ડિકન્સની આ સુંદર કથાનું વાચન-મનન કરવાની જે અણધારી તક મને મળી, તે નિમિત્તે તે મહાન કથાકારને મારી શ્રદ્ધાંજલિ અપું છું. આવી સુંદર કથા ઉચિત રીતે ગુજરાતી ભાષામાં ઊતરે છે, એ વળી સોના સાથે સુગંધ જેવો જોગ છે. હું આ સંક્ષેપને હૃદયપૂર્વક આવકારું છું, અને સંપાદક તથા પ્રકાશકને ધન્યવાદ આપું છું. આ નવલકથા ગુજરાતી ભાષામાંના ઓછા એવા સારા વાર્તા–સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યના ગુજરાતી સફળ અનુવાદોમાં ઉચિત સ્થાન પામશે. આજે નવી બે યુનીવર્સીટીઓની શરૂઆત થઈ રહી છે અને તેમાંય માધ્યમને સવાલ મહત્ત્વનો બન્યો છે, ત્યારે ચાલુ પેઢીને આ જાતનું સાહિત્ય ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્ય વધુ ને વધુ યશસ્વી થાય એ જ આશા અને પ્રતીક્ષા. તા. ૧-૬-૬૬
ડૉ. મેંતીભાઈ દેસાઈભાઈ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org