________________
લગ્નની આગલી રાત
રર૭ તારા પપ્પા સાથે મધુરજની માટે બહારગામ જાઉં, ત્યારે પણ જે તું અહીં એકલી આ ઘરમાં જ રહીશ, તે મને મનમાં બહુ નિરાંત રહેશે. તને બીજે ક્યાંક રહેવા કેાઈ ગમે તેટલું ભાવભર્યું આમંત્રણ આપે કે આગ્રહ કરે, પણ તું એકલી અહીં જ રહેજે !”
“મમાં, તમે જશો તે દિવસે જ હું અહીં જરૂર પાછી આવી જઈશ.”
એમ જ કરજે; હું તારા એ વચન ઉપર વિશ્વાસ રાખીશ. તે હવે મારી સાથે આવવા તૈયાર થઈ જા. હું નીચે જ તારી રાહ જોઉં છું.”
ઓનરેબલ મિસિસ સ્કયૂટને લંડનમાં પોતાના એક સગાનું મોટું મકાન લગ્નપ્રસંગ નિમિતે થોડા વખત માટે માગી લીધું હતું. તે સગો પિતે આ દિવસો દરમ્યાન લંડનમાંથી બહાર રહેવાનો હતો. એ સગાએ પણ ઘણુ ખુશીથી પોતાનું મકાન મિસિસ સ્કયૂટનને વાપરવા આપ્યું હતું. કારણ કે, અત્યાર સુધી કેટલીય લોન મિસિસ ક્યૂટનને આપી આપીને તે થાકી ગયે હતો; પણ હવે તેમની દીકરીને મિડોમ્બી સાથેના લગ્ન પછી તેમને બીજા પાસે લેન માગવાનું નહીં રહે, એ વાતની તેને નિરાંત લાગતી હતી !
એડિશને ફૉરન્સ સાથે આવેલી જોઈ, મિસિસ ક્યૂટને કહ્યું, મારી મીઠડી ફલેરન્સ કે ? તું અહીં પાસે આવીને મને ચુંબન કર જોઉં, વહાલી.”
પછી ફૉરન્સને જરા અજવાળા તરફ રાખી તે બોલી ઊઠી, “એડિથ, તું જ્યારે આ ઉમરની હતી ત્યારે બરાબર આપણું આ મોહિની જેવી જ દેખાતી હતી; અને આપણું આ વહાલી દીકરીને પણ સંભાળપૂર્વક બરાબર સજી-સજાવીને તૈયાર કરી હોય, તો તે અત્યારે પણ તારાથી જરાય પાછળ ન પડે.”
હશે !” એડિથે કડક થઈને જવાબ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org