________________
૨૪
ડી એન્ડ સન બાળકોને તમે અહીં નહિ લાવી શકે, કે તેમને જેવા તમે જઈ નહિ શકો.”
આટલું કહી, તરત, તે પિતાના કમરામાં પેસી ગયા. બિચારી પલી સમજી ગઈ કે, પોતાની ઉપર શેઠને ખોટું લાગ્યું છે,– પિતાની વાત સાંભળ્યા-સમજ્યા પહેલાં જ ! પોતાનાં છોકરાને રમવા બેલાવવાની વાત તેની કલ્પનામાં પણ ન હતી !
બીજી રાતે જ્યારે પોલી મિડ ડેબી સમક્ષ રૅલને લઈને આંટા મારતી હતી, ત્યારે મિ. ડોમ્બી પાછી બહાર આવ્યા ને બોલ્યા, “જે નાના પલ માટે નાનાં બાળકોની સેબત તમે સારી માનતાં હે, તો મિસ ફૉરન્સ છે ને ?”
હું પણ કાલે એ જ વિનંતી કરવા માગતી હતી, સાહેબ, મિસ ફરન્સની સેબત મળે તેના જેવું ઉત્તમ બીજું કાંઈ જ નહિ; પરંતુ તેમની બાઈએ મને એમ કહ્યું કે, એમને—”
તરત જ મિ. ડોમ્બીએ ઘંટ વગાડ્યો, અને હુકમ આપી દીધે કે, રિચોઝ બોલાવે ત્યારે મિસ ફલેરન્સને તેની પાસે જવા દેવામાં આવે, તેમ જ તેની સાથે તે બહાર પણ જઈ શકે. ટૂંકમાં રિચાર્ડઝ છે તેટલે વખત બંને છોકરાં ભેગાં રહી શકે.
મિસ ફૉરન્સને પણ ત્યાં બોલાવવામાં આવી. તે બિચારી ખચકાતી ખચકાતી અંદર આવી. મિ. ડોમ્બી જે જરા ધીરજથી જોઈ શકયા હોત, તો તેની આંખોમાં પોતાના પિતાને વળગી પડવાની અને રડી લેવાની ઈરછા તે વાંચી શક્યા હોત. ખાસ કરીને પોતાની માં ન હતી, ત્યારે એ બાળક પિતાની ગોદ વાંછતું હતું. પરંતુ પિતાએ કદી તેના પ્રત્યે કશાં ભાવ-મમતા દાખવ્યાં જ ન હતાં. એટલે તેમણે અંદર આવવાનું કહ્યા પછી પણ તે ખચકાતી ખચકાતી જ આગળ આવવા લાગી.
“ફરન્સ, જરા જલદી કર! આ છોકરી શાનાથી બીએ છે, કોણ જાણે ?” મિ. ડાબી તડૂક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org