SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સુખી જોડું મિ. ડોમ્બી અને એડિથ, – હવે મિસિસ ડોમ્બી – મધુરજની માટે પેરીસ જઈને પાછા ફર્યા. ફલોરન્સ પિતાને સામી મળવા આવી ત્યારે તેમણે, “કેમ છે, ફૉરન્સ ?” એમ કરીને હાથ લાંબો કર્યો. ફૉરન્સ પ્રૂજતાં ધ્રૂજતાં એ હાથ પોતાના હોઠ સુધી ઊંચો કર્યો, ત્યારે તે જોઈ શકી કે, પિતાની નજર હમેશની માફક ઠંડી જ હતી. પરંતુ આ વખતે તેના ઉપર નજર પડતાં વેંત પિતાની નજરમાં પહેલાં કદી ન દેખાયેલે એવો કશેક નવાઈનો ભાવ તેને દેખાય. ફરન્સ ફરીથી પિતાની નજર સામે પોતાની નજર ઊંચી ન કરી શકી; પરંતુ તેને લાગ્યું કે, પિતા તેને કંઈક “ગમાની રીતે નિહાળી રહ્યા હતા : અણગમાની રીતે નહિ. એડિથ તો શિષ્ટાચાર પૂરતી પોતાની માના ગાલ ઉપર સહેજ હોઠ દબાવી, ફૉરન્સ તરફ જ ઉતાવળે પહોંચી અને તેને ભેટી પડી. મિસિસ ક્યૂટને હવે ઘરમાં થયેલા બધા સુધારાઓ તરફ મિત્ર ડબ્બીનું લક્ષ ખેંચીને સંતોષ તેમ જ આનંદ વ્યક્ત કરવા માંડયો, તથા કહ્યું કે, “ઘર હવે મહેલ જેવું જ દેખાય છે.” મિ. ડેબીએ પણ જવાબમાં કહ્યું, “ખરે જ, ઘર હવે સારું શોભે છે; મેં હુકમ આપ્યો હતો કે, એ બધા અંગે જેટલું ખર્ચ કરવું પડે તેટલું કરવું અને જોઉં છું કે, પૈસાથી જે કંઈ થઈ શકે, તે બધું જ કરવામાં આવ્યું છે.” અને પૈસા શું ન કરી શકે, વહાલા ડોમ્બી ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy