________________
૨૦૦
ડી એન્ડ સન બધા કાગળો જોતી વખતે, હંમેશની જેમ એકાગ્ર ન લાગ્યા, એ સાચી વાત.”
એમ ને ?” મેજર ડચકારો વગાડીને બેલ્યા; “મારા સાહેબ, એ બાબતમાં એક સ્ત્રી જવાબદાર છે !”
એમ ? શી વાત છે ? મિ. ડોમ્બી અને સ્ત્રી ? અશક્ય !” કાર્યરે મેજર પાસેથી બધું કઢાવવા પંપ શરૂ કર્યો.
અરે હા,” મેજરે કાર્કરના કોટના બટનને હાથમાં પકડતાં તેના કાન પાસે માં લઈ જઈને કહ્યું; “અને ભારે સુંદર છે – અસામાન્ય સુંદર ! જુવાન વિધવાસ્તો; પણ સારા કુટુંબની છે. ડોમ્બી કાન સુધી એના પ્રેમમાં ડૂબી ગયા છે, એ હકીકત છે સાહેબ કારી કકડતી હકીકત છે, સાહેબ. બંને પક્ષે સારી વાત છે. ડેસ્બિી પાસે ઢગલાબંધ મિલકત છે, ત્યારે આડેથ પાસે ઢગલાબંધ “માલ” છે – સો ટચનો સુંદર માલ !”
૨૭ એડિથ
Iભ૦ કાર્કર વહેલી સવારે ઉઠી ગયા. તેમના મનની સ્થિતિ જરા ગૂંચવાયેલી હતી. એટલે શાંતિ માટે તે એકલા જ ફરવા માટે બહાર નીકળી પડ્યા.
તે શહેર બહાર નીકળી આવ્યા હતા. દૂર વૃક્ષનું એક ઝુંડ હતું. ત્યાં ફરવા-બેસવા આવનાર માટે ક્યાંક ક્યાંક બાંકડા પણ મૂકેલા હતા. અલબત્ત, ફરનારાઓની પણ એ બાજુ ઝાઝી અવરજવર નહોતી રહેતી : તથા આ સમયે તો ત્યાં કોઈ આવ્યું હોવાનો સંભવ મિત્ર કાર્કરને પણ લાગતું નહોતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org