________________
મેજર બગસ્ટક કામે લાગે છે હૈ, હું આવીશ, એમ ?” તે, લાલ લાલ થઈને તથા ઉતાવળે શ્વાસ લેતી બોલી.
“જાણતી જ હતી કે, તું આવીશ, મારી લાડકી. પૂછવાનું એ તે, તું કહે છે તેમ, એક શિષ્ટાચાર છે. આ રહી મિ. ડોમ્બીની ચિઠ્ઠી.”
“આભાર; મારે તે વાંચવી નથી.”
“તો પછી હું તેનો જવાબ આપી દઈશ. જોકે, એનો જવાબ આપવામાં તને મારી સેક્રેટરી બનાવવાની મારી મરજી હતી.”
છેવટે, મિસિસ સ્કયૂટને લખી આપેલ જવાબ લઈને મેજર બંને બાનુઓની પ્રેમશૌર્યભરી વિદાય લઈને ચાલતા થયા.
હોટલે પાછા ફરી, મેજર જ્યારે મિ. ડોમ્બીને મળવા તેમના કમરામાં ગયા, ત્યારે ત્યાં એકલા મિ. કાર્કર જ બેઠેલા હતા. તેમણે તરત પોતાના ઊજળા દાંતની બત્રીસી મેજરને સાદર કરી.
કેમ સાહેબ ! ક્યાંય ફરવા કરવા નીકળ્યા હતા કે નહિ ? ” મેજરે પૂછયું.
“ભાગે અર્ધોએક કલાક બહાર નીકળ્યો હોઈશ.” “અત્યાર સુધી બિઝનેસની જ વાતો ચાલી, કેમ ?”
નર્યો બિઝનેસ તો નહીં, બીજું પણ ઘણુંય હાય ને મારા સાહેબ ? પણ તમને મિ. ડોમ્બીના અંગત મિત્ર ગણીને –”
અને તમારા પણ, મારા સાહેબ, બુદ્ધો મેજર બી. પિતાને તમારે પણ અંગત મિત્ર ગણવા વિનંતી કરે છે સાહેબ.”
ઠીક, ઠીક, સાહેબ! મને આટલું બહુમાન એક સાચા દિલના માણસ તરફથી મળે છે, એને હું મારું ધન્યભાગ્ય માનું છું. પણ હું એ કહેવા માગતો હતો કે, આજે મિડેબી મને કંઈક બેધ્યાન જેવા લાગ્યા. અલબત્ત, એમના જેવા વિચક્ષણ માણસ તો આંખો મીંચી રાખે તોપણ કામકાજની બધી વાત પામી જાય; છતાં આજે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org