SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર ડેલ્બી ઍન્ડ સન ન હતાં. એટલે મિ. ડેબીની પડતી થતાં, તેમને અંતરમાં વાળેલી કશી ગાંઠે ઉકેલવાની રહેતી ન હતી કે વેઠેલાં અપમાનો કે ગળેલા કડવા ઘૂંટડાનો હિસાબ ચૂકતે કરવાનો પણ રહેતો ન હતો. છેલ્લા દિવસમાં પેઢીના વ્યવહારમાં જે ગૂંચવાયેલું કે મુશ્કેલ લાગે એવું હતું, તેને તાગ મેળવવામાં તેમણે દિવસ-રાત એક કર્યા હતાં, તથા જે કઈ બાબતનો ખુલાસો પૂછવામાં આવે, તે સમજી રાખવા તે પૂરા તૈયાર રહ્યા હતા. એક વખત તે આખા દિવસના કામકાજથી થાકી પિતાને શાંત કરવા પ્રયત્ન કરતા બેઠા હતા, તેવામાં તેમની મકાન-માલિકણે આવીને ખબર આપી કે, શેકનાં કપડાં પહેરેલી કાઈ બાન તમને મળવા આવી છે. તે હેરિટ કાર્કર હતી. તેણે અંદર આવી, મિ. મેનિને કહ્યું, હું એકલી જ અહીં આવી છું, તથા મારા ભાઈ જોને તમને મારા આવવાની અગાઉથી ખબર ન આપી, તે માટે તમને આશ્ચર્ય જરૂર થશે. પરંતુ હું જે કારણે આવી છું, તે તમે સાચું માનશે, એવી આશા હું રાખી શકું ?” જરૂર રાખી શકશે. મને એ વિષે વધુ કંઈ કહેવાની જરૂર નથી.” “આભાર; પણ તમે અત્યારે ખાસ કામમાં તો નથી ને ?” મિત્ર મફિને પિતાને ખોળામાં પડેલ વાજિંત્ર સામે નિશાની કરી અને કહ્યું, “આખો દિવસ હું કામકાજમાં રહ્યો છું, તેની ના નહિ; પણ અત્યારે તો બધી ચિંતાઓ આને જ સુપરદ કરતો હતો.” “તો ડોમ્બી-પેઢી ખતમ થઈ ગઈ એમ ને ?” “ પૂરેપૂરી.” “ફરી કદી ઊભી ન થઈ શકે ?” “કદી નહિ.” મિડોમ્બી અંગત રીતે પણ પાયમાલ થઈ ગયા કહેવાય?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy