________________
મેનેજર મિ. કાર્કર
મનેજર મિ. કાર્કર પિતાના ડેસ્ક પાસે બેસી, ટપાલનું કામકાજ પતાવી રહ્યા હતા. જે કાગળ પેઢીનાં બીજાં ખાતાં તરફ મોકલવાના હતા, તેમના ઉપર તે એ જાતની નેંધ કરતા. કોઈ કુશળ ગંજીફાબાજ પિતાનાં કાર્ડ જોઈ–તપાસી, બીજા જે રમત રમે તે ઉપરથી તેમની કુશળતા કે ભૂલેનો અંદાજ બાંધી, તથા તેમના હાથમાંનાં કાર્ડને ક્યાસ બાંધી લઈ પોતાના ખેલ ખેલ્યું જાય, તેવી રીતે મિ. કાર્કર પોતાનું કામકાજ ચલાવતા.
તે બધી ભાષાઓ જાણતા, અને બધી જ ભાષાઓમાં લખાયેલા પત્રો વાંચી લેતા. આખા કાગળ ઉપર એક જ નજર નાખતાં જાણે તે એને મજમૂન પામી જતા; અને બીજા જે જે કાગળ સાથે તે કાગળનો મજમૂન ભેગા કરી લેવાનો હોય, તે આપોઆપ કરતા જતા. આ બધી બાબતોમાં તે પેઢીના ભાગીદાર માટે જોઈએ તે કરતાં વધુ ઊંડાણ દાખવતા; અને એક પ્રતિસ્પર્ધામાં હોવું જોઈએ એના કરતાં ક્યાંય વધારે! બિલાડીને કાઈ ધંધેદારી પેઢીમાં મેનેજર બનાવતું નથી; છતાં મિ. કાર્કર-મેનેજર તો પગથી માથાની ટોચ સુધી બિલાડીના જ પૂર્ણાવતાર હતા. બિલાડીની પેઠે જ તેમની રીતભાત લુચ્ચાઈભરી, તેમના દાંત તીણા, તેમની અવરજવર ચુપકીદીભરી, આંખે જાગ્રત, જીભ લીસી, હૃદય લેહીતરસ્યું, 2 ચેખી, અને કામકાજ મક્કમ તથા ધીરજભર્યું હતું – ઉંદરના દર ઉપર ટાંપીને બેઠેલી બિલાડી જેટલું જ !
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org