________________
૧૬૦ -
ડી એન્ડ સન બધા કાગળોનું વાચન પૂરું થયું; માત્ર એક કાગળ તેમણે પછી વાંચવા જુદો રાખે; અને ખાનગી” ગણુય તેવા પત્રો એક ખાનામાં બંધ કરી દીધા. પછી બાકીને પત્રો ઉપાડી જવા તેમણે પટાવાળાને ઘંટડી વગાડીને બોલાવ્યો.
જવાબમાં તેમને ભાઈ કાર્કર-જુનિયર જ આવ્યો. “તમે કેમ પધાર્યા ?”
“ટપાલકામવાળી કર્મચારી બહાર ગયો છે, તેના પછી મારો નંબર આવે છે.”
વાહ, આ પેઢીમાં તમે ટપાલકામના બીજા નંબરના કર્મચારી છો, એ મારે માટે બહુ આબરૂ વધારનારી વાત તો ખરી !”
આટલું કહી, તેમણે ટેબલ ઉપર પડેલા કાગળો લઈ જવા ભાઈને નિશાની કરી.
પેલે કાગળ સમેટતાં સમેટતાં બોલ્યો, “ભાઈ જેમ્સ, તમને તકલીફ આપતાં મને ખરેખર દુઃખ થાય છે, પરંતુ મને હરિયેટ વિષે હવે ચિંતા થાય છે.”
હેરિયેટ કાણુ ? કઈ હેરિયેટ ? એ નામના કોઈ પ્રાણીને હું ઓળખતે નથી.”
તેની તબિયત ઠીક નથી; અને છેવટના તે બહુ બદલાઈ ગઈ છે.”
તે બહુ બદલાઈ ગઈ હતી, ઘણું વર્ષ પૂર્વે, અત્યારે આપણે તે વાતને યાદ કરવાની જરૂર નથી.”
“ભાઈ, તમે મારી વાત એક વખત પૂરી સાંભળી તે લે.”
“શા માટે મારે તમારી વાત સાંભળવી જોઈએ, ભાઈ જેન?” કાર્કર એ બે છેલ્લા શબ્દ ભારે કડવાશથી કટાક્ષમાં બે હેરિટ કાકરે પોતાના બે ભાઈઓમાંથી એકની પસંદગી ઘણું વર્ષ અગાઉ કરી લીધી છે. હવે તેને પસ્તાવો થતો હોય તોપણ પિતાની પસંદગીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org