________________
મિ. ડેબીનું હોમ-ડિપાર્ટમેન્ટ મત બાનુની અંતિમ-ક્રિયા, એની સાધનસામગ્રી પૂરી પાડનાર
કે ઇજારદારને અને પડોશીઓને સંતોષકારક રીતે – અર્થાત કોઈએ કંઈ કહેવાનું ન રહે તે રીતે પતી ગઈ. એટલે પછી મિત્ર ડોમ્બીના ધરનાં માણસો પોતપોતાના ચાલુ કામે વળગી ગયાં.
બાઈ-રિયાઝ માટે ઉપરને માળ સુંદર કેદખાનું ઊભું કરવામાં આવ્યું હતું. અને તેમાં તે પુરાઈ પણ ગઈ. મિ. ડોબીનું મકાન વિશાળ હતું; પણ હવે તેમણે બિનજરૂરી ઓરડા બંધ કરાવી દીધા હતા તથા તેમાંનું અને બીજું પણ બિનજરૂરી ફર્નિચર કપડાંમાં કે કાગળમાં વીંટાવી દેવરાવી, મોટા મોટા ઘા કરાવી દીધા હતા. પિતાનો પુત્ર મોટો થાય અને તે બધા જ્યારે ખેલાવે ત્યારે ખરા !
નાના પલ ડેબીની ધાવ-માને આ બંદીખાનામાં આવ્યું કેટલાંક અઠવાડિયાં વીતી ચૂક્યાં હતાં. તેને ઘર બહાર નીકળવાની પરવાનગી ન હતી. મિસિસ ચિક તથા મિસ ટેક્સ કાઈ ખુશનુમા દિવસે વહેલી સવારે બાળકને બહારની હવા ખવરાવવા આવે, ત્યારે નાના પલને બરાબર વીંટીગૂંપી, હાથમાં લઈ એ બંનેની સાથે તે રસ્તાને કિનારે ખુલ્લામાં થોડાક આંટા મારવા નીકળતી. તે દેખાવ પણ એક નાનીશી સ્મશાનયાત્રા જેવો જ થઈ રહેતો.
આજે રિચાર્ડઝ પિતાના ઓરડામાં બેઠી હતી, તેવામાં તેનું બારણું કાળી આંખેવાળી એક છોકરીએ ધીમેથી ઉઘાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org