________________
લન
૪૪૯ છે. ફૉરન્સ મિ. ટ્રસ્ટને પહેલાં પોતાને હાથ ધરે છે, અને પછી પોતાના હોઠ પણ. કાકા-સલિને અને કેપ્ટન કટલને તે ચુંબન કરી રહે છે એટલે પછી વૉટર તેને ઘોડાગાડીમાં બેસાડી ઊપડી જાય છે.
બાકીનાં સૌ કાકા-સેલના દુકાન-ઘરે પાછાં આવે છે, અને નાસ્તો કરવા બેસે છે. પણ કાઈથી કાળિયે ભરી શકાતો નથી. મિત્ર ટ્રસ્ટ સાંજે આવવાનું કહી ત્યાંથી નીકળી જાય છે, પણ શહેરની શેરીઓમાં ભટકીને આખો દિવસ પૂરે કરે છે.
મિટૂટ્સ સાંજે પાછા આવે છે અને સુસાનને સાથે લઈ સૌને માટે વાળનું ખરીદી લાવે છે. મિસિસ રિચાર્ડઝની મદદથી તે બધું ટેબલ ઉપર ગોઠવાઈ જાય છે, અને કેપ્ટન કટલ અને કાકાસેલ પાછી આવે તેની રાહ જોવાય છે.
તે બંને જણ વૉટર અને ફલેરન્સનો બધો સામાન ડિજિનિસ સાથે જહાજ ઉપર બરાબર ચડી જાય, તેની ગોઠવણ કરવા ગયા છે.
કાકા-સેલની સ્થિતિ વધુ કરણ છે. પરંતુ તેમને એટલે સંતોષ છે કે, હવેથી તેમનો જૂનો મિત્ર નેડ કટલ તેમની સાથે જ રહેવાનો છે. એટલે પાછા ફર્યા બાદ તે સૌ સાથે કંઈક સ્વસ્થતાથી વાળુ કરવા બેસે છે.
વાળ દરમ્યાન તે પોતાના મનનો ડૂમો દબાવીને કહે છે –“મારે દીકરો બચી ગયો અને લગ્ન કરી નોકરીએ પણ ચડી ગયો છે. મારાથી હવે દુઃખિયારા કેવી રીતે દેખાઈ શકાય ? હું ભગવાનને આભાર માનું છું કે, મને આવો સુખી દિવસ જોવા મળ્યો !”
કેપ્ટન કટલ શેડો વિચાર કરી જવાબ આપે છે, “દીકરા લ! તે તારા ભંડારમાં મૅડિરા દારૂની જૂની બાટલી આવા સુખી દિવસ માટે સંઘરી રાખી છે તે જ સાચે માણસ હોય, તો એ બાટલી કાઢ જોઉં આપણે સૌ વોલ’ અને તેની પત્નીની શુભેરછામાં તેને પી નાખીએ.” ડો–૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org