________________
૨૮૨
ડેબી એન્ડ સન તમે નય ગમાર ન હો – જોકે મને કોઈ કોઈ વાર લાગે છે કે, તમે છો જ – તો અહીં સીટી વગાડતા બેસી રહેવાને બદલે, મરદ માણસની પેઠે મને હાથ પકડી બહાર દેરી જાત.”
આટલું ફરી કહી મિસિસ ચિક જવા ઊભાં જ થઈ ગયાં. અને મિત્ર ચિક ખરેખર મરદ માણસની પેઠે ચાલુ પાર્ટીએ તેમને બહાર દોરી ગયા – ઘેરસ્તો. પણ નવાઈની વાત એ છે કે, મિત્ર ડોમ્બીની સગી બહેન, પતિ સાથે ચાલી ગઈ તો પણ આ ઘરમાં કાઈને લક્ષમાં એ વાત આવી જ નહિ!
એ જ પાર્ટી વખતે, બધા મહેમાનો ચાલ્યા ગયા ત્યાર બાદ, મિ. ડાબી મિ. કાર્કર સાથે વાતો કરતા એક બાજુ ઊભા હતા. તેમની વાતો પૂરી થઈ એટલે મિકાર્ટર એડિથ અને તેનાં મા બેઠાં હતાં તે તરફ વિદાય લેવા આવ્યા.
તેમણે સૌને પોતાની બત્રીસી બતાવીને કહ્યું, “આજની ખુશનુમા સાંજની મોટી પાર્ટી વખતે લીધેલા પરિશ્રમથી મિસિસ ડોમ્બીને આવતી કાલે કંઈ અગવડ નહિ થાય એવી આશા રાખું છું.”
- મિ. ડોમ્બી તરત વચ્ચે બેલી ઊડ્યા, “મિસિસ ડોમ્બીએ આજની રાતે કશા પરિશ્રમ જેવું કાંઈ લીધું જ નથી, જેથી તેમની આવતી કાલની ચિંતા તમારે કરવાની થાય. પણ મિસિસ ડોમ્બી, મને દિલગીરી થતી હોવા છતાં મારે કહેવું પડે છે કે, તમે આજની પાટી વખતે પણ હરહંમેશની જેમ અતડાં રહેવાને બદલે થોડે વધુ પરિશ્રમ લીધો હોત તો સારું થાત.”
એડિથે તેમની સામે અવજ્ઞાપૂર્વક એક નજર નાખીને મેં ફેરવી લીધું.
મિ. ડેબીએ આગળ જણાવ્યું, “ખરેખર મને ખેદ થાય છે કે, આવા પ્રસંગોએ તમને તમારી ફરજ નથી સમજાતી કે—”
એડિથે તેમના સામે ફરી નજર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org