________________
ઘરમાં ગરમાવો આવે છે
૨૮૩ “હા, હા, મૅડમ, આવા પ્રસંગોએ મારા મિત્રો અને પરિચિતોને તમારે જરા વધુ આદરથી સત્કારવા જોઈએ. જેમના પ્રત્યે આજે રાતે ખાસ અનાદર દાખવવાનું તમે યોગ્ય માન્યું છે, તેઓ તો તમારી મુલાકાતે અહીં આવે એટલા માટે તમને ગૌરવ બક્ષે છે.”
અહીં બીજું કોઈ હાજર છે, એ તમને ખબર છે?” એડિશે મિ. ડોબી સાથે સ્થિર નજરે જોઈને પૂછયું.
મિ. કાર્કર પિતા તરફ થયેલે ઈશારો સમજી જઈ, ત્યાંથી ચાલ્યા જતા હતા, તેમને રોકીને મિ. ડોમ્બીએ કહ્યું, “નહિ, નહિ, કાર્કર ! તમારે જવાનું નથી; મારે ભારપૂર્વક આગ્રહ છે કે, તમે હાજર જ રહો ! મેડમ, તમે જાણો છો તેમ મિ. કાર્કર મારા વિશ્વાસુ માણસ છે. હું અત્યારે જે વિષય ઉપર બાલી રહ્યો છું, તેનાથી તે સુપરિચિત છે જ; એટલે, મિસિસ ડોમ્બી, હું તમારી જાણ માટે તમને કહેવા ઈચ્છતો હતો કે, એ બધા તવંગર અને પ્રતિષ્ઠિત માણસે મારે ત્યાં આવી અને પ્રતિષ્ઠા અને ગૌરવ અપે છે.”
એડિથે ફરીથી એક જ વાત સુણાવી, “હું તમને એમ પૂછું છું કે, અહીં કોઈ સ્ત્રીનું માણસ હાજર છે એ વાતની તમને જાણ છે ખરી?”
મિ. કાર્કર હવે આગળ આવીને બોલ્યા, “હું વિનંતી કરું છું, યાચના કરું છું, માગણી કરું છું કે, મને અહીંથી ચાલ્યો જવા દે; આ કેાઈ એ અગત્યને મતભેદ પણ નથી કે જેથી –”
મિસિસ ટન હવે વચ્ચે પડયાં, “ખરી વાત છે; મારે કહેવા હતા તે જ શબ્દો તમે મિ. કાર્કર વાપર્યા. આ મતભેદ તો તદ્દન નજીવી બાબત છે; અને પ્રેમના અંકુરો ફૂટી બે આત્માઓ જોડાવાના થાય છે, ત્યારે આવું આવું વચ્ચે થઈ આવે એ સ્વાભાવિક છે – તન કુદરતી છે. માટે હું બંનેની મા હોવા છતાં, મને તેમાં વચ્ચે પડવા જેવું કે ચિંતા કરવા જેવું સહેજે નથી લાગતું. જુવાનિયાં થોડું ડું ઝઘડે છે તે તેમના એકબીજાની નજીક આવવાની નિશાની છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org