SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ કાકાસલની મુલાકાતે પસ્તાવો કરે છે! તે આવો પસ્તાવો કરે છે, મૂઆ ! કબૂતરને પકડીને ? મિ. જિલ્લ ક્યાં છે?” પેલાએ સુસાન તરફ જોઈને માની સહિયરને ઓળખી લીધી અને તરત જવાબ આપ્યો, “બહાર ગયા છે.” તો જા, એમને બેલાવી લાવ; તેમને કહે કે, મારાં નાનાં માલિકણ તેમને મળવા આવ્યાં છે.” તે ક્યાં ગયા છે તેની મને શી ખબર ? મને કહીને ગયા હોય તો ને ?” પાછા ક્યારે આવશે એ તો કહેતા ગયા છે ને, વારુ ?” ફર્લોરન્સ પૂછયું. હા મિસ; પાછલે પહોરે આવવાનું કહી ગયા છે; એટલે બેચાર કલાકમાં પાછા આવવા જોઈએ, ખરા.” “તેમને એમના ભત્રીજાની આજકાલ બહુ ચિંતા રહે છે, ખરું ?” સુસાને પૂછયું. રૅબે સુસાન તરફ અવજ્ઞા બતાવવા એ પ્રશ્નનો જવાબ ફૉરન્સ તરફ જોઈને જ આપતાં કહ્યું, બહુ જ રહે છે, મિસ; પાંચ મિનિટ પણ તે સ્થિર બેસતા નથી – બહાર જાય છે ને અંદર આવે છે.” ફૉરન્સ હવે તેને પૂછયું, “એમના મિત્ર કેપ્ટન કટલને તું ઓળખે છે ?” પેલા દક-વાળા ? હા, પરમ દિવસે તે અહીં આવ્યા હતા.” ત્યાર પછી તે અહીં આવ્યા નથી, કેમ?” સુસાને પૂછયું. “ના, મિસ, ” બે હજુ ફરન્સ તરફ ફરીને જ જવાબ આપતાં કહ્યું. “કદાચ ઑલ્ટરના કાકા તેમને જ મળવા ગયા હશે, સુસાન.” ફરસે તેના તરફ ફરીને કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy