________________
૩૭૯
વોલ૨ ડૂબી ગયું છે, નહીં?” જ હતાશ થઈ ગયા. તેથી, પોતાનો પરચૂરણનો ડબો પાછી આપતી ફૉરન્સને તે ડબો પકડાવી દઈને તેમણે કહ્યું, “આ બે પણ તમારી પાસે જ રાખી મૂકો, લાડકી; મારે હમણું એની જરૂર નથી.”
“એના રાજન ઠેકાણે જ એ મૂકી રાખું ને?” ફર્લોરન્સ પૂછ્યું.
જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી રાખજે, દીકરી; જ્યારે જોઈએ ત્યારે તમને જડે એવે ઠેકાણે જ મૂકજે.”
પછી ફલેરન્સ જયારે તેમના હાથનો ટેકો લઈ, ઘર તરફ પાછી વળવા લાગી, ત્યારે કેપ્ટન કટલ પાછા જુસ્સામાં આવી ગયા.
સવારના ફરન્સ જ્યારે ઊંઘતી હતી, તે દરમ્યાન, કેપ્ટન કટલે પાસેના બજારમાં ધૂળધમાં વેચવા બેસતી એક ડોસીની દીકરીને ફલેરન્સનો કમરે વાળવા-ઝૂડવા તથા ફલેરન્સ બતાવે તે નાનાં મોટાં કામ કરી આપવા રોકી લીધી હતી. આ લોકો ખરીદી કરીને પાછાં ફર્યા, ત્યારે તે આવી પહોંચી, અને ફલૌરસે તેની મદદથી જે કિંઈ ગોઠવાવવું કરવું હતું, તે બધું કરાવી લીધું.
પેલી છોકરી બધું પરવારીને ગઈ એટલે કેપ્ટન કટલે પાછું એક પીણું તૈયાર કરી, ટેસ્ટ સાથે ફરન્સને આગ્રહ કરીને પાઈ દીધું. પછી તેને ઉપર તેને સૂવાના ઓરડા પાસે લઈ જઈ તેને ગૂડનાઈટ” કહી ચાલવા માંડયું. ફલોરન્સ પોતાના પિતાને જે રીતે વળગીને ગૂડ-નાઈટ કરવા રાજ ઈચ્છતી, તે રીતે આજે કેપ્ટનને વળગીને તેમના મોં ઉપર ચુંબન કરી, “ગૂડ-નાઈટ' બેલી.
કેપ્ટન કટલ ગળગળા થઈ ગયા; આજે ખરેખર તે એક દીકરી
પામ્યા હતા,
રાત દરમ્યાન કેપ્ટન કટલ ફલેરન્સના ઓરડા પાસે જઈ જઈને કેટલીય વાર ચાવીના કાણામાંથી જેઈ આવ્યા કે ફલેરન્સ ઊંઘે છે કે નહિ, તથા તેને કશાની જરૂર છે કે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org