________________
૪૨
રાતના ચોકીદાર ફલોરન્સ કેટલાય વખતથી પિતાના બ્રમમાંથી જાગી ઊઠી હતી. પિોતાના પિતા અને એડિથ વચ્ચેનો વધતો જતો વિખવાદ તે ખિન્ન ચિતે જોઈ રહી હતી. તેના પિતા, પિતા પ્રત્યે જેમ કરતા હતા તેમ જ, એડિથ પ્રત્યે ઠંડા તથા જકકી બનતા જતા હતા. અને ફૉરન્સને ઘણું વાર એ વિચાર આવી જતો કે, પોતાની વહાલી માતા પણ આમ જ પિતાને હાથે અવજ્ઞા અને અવગણના પામીને પૂરી ઝૂરીને તો નહિ મરી ગઈ હોય ? એડિથ પણ પતિથી વેગળી રહેતી અને તેમના પ્રત્યે તુચ્છકારથી જ વર્તતી. હવે ફર્લોરન્સને કોઈ કોઈ વાર એમ પણ લાગી આવતું કે, પોતે પોતાના પિતાની તનમનથી વિરોધી એવી એડિશને ચાહતી હતી, એ વાતની પિતાને જાણ હોવાથી, તે પોતા વિષે એમ તો નહિ ધારતા હોય કે, પિતાના સ્નેહને ન જીતી શકનારી પિતાની દીકરી હવે પોતાના અપરાધમાં એ ન દેજ પણ ઉમેરી રહી છે? અલબત્ત પછીથી એડિથ તરફની એક માયાળુ નજર કે એક મીઠે શબ્દ મળતાં જ ફલેરન્સને તરત મનમાં બીજો વિચાર આવતો કે, એડિથને પ્રેમ અને મમતા પિતાને ન મળ્યાં હતાં તે તેનું આ ઘરમાં શું થયું હોત !
અલબત્ત એક બીનાથી ફલેરન્સ અજ્ઞાત હતી, અને તેથી જ તેનું દુઃખ અસહ્ય બનતું અટકી ગયું હતું. તેને જરા સરખો વહેમ ન હતો કે, એડિથ ફર્લોરન્સ પ્રત્યે માયાળુતા બતાવવાને કારણે જ પોતાના પિતા તરફથી વિશેષ અળગી બનતી જતી હતી. જે ફલેરન્સને એ વાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org