________________
૨૬૮
ડેબી એન્ડ સન દીકરી, હસે છે શા માટે ? હું ખોટું કહેતી નથી. જે તેના ભાઈને પણ મેં ખેળી કાઢયો છે. તે પણ પૈસા ચેરવા બદલ તું
જ્યાં ગઈ ત્યાં જ ગયો હો જોઈતો હતો. જોકે હવે એ તેની બહેન સાથે ત્યાં – લંડન બહાર ઓતરાતા રસ્તાને કિનારે રહે છે.”
ક્યાં? ક્યાં ?”
લંડનથી જતાં ઓતરાતે રસ્તે બેટા, બહુ સામાન્ય ઘર છે. ઘણું દૂર છે; માઈલને પથરો આવે છે ત્યાં – સામે પથરાનો મેટો ઢગલો પણ છે. કાલે જ જે ઋતુ સારી હશે, તો તને હું ત્યાં લઈ જઈશ; પણ અત્યારે તો હું ખાવાનું લઈ આવું – ”
ભ, થંભો !” એટલું કહેતાં તો દીકરી ઊભી થઈ ગઈ અને મા ઉપર ધસી આવી. “એની બહેન ગોરી ગોરી તથા કિરમજી વાળ વાળી છે ને?”
હા !”
“તેના મોં ઉપર જુના મેની રેખાઓ હવે મને ઓળખાય છે. લાલ ઘર છે; બીજાં ઘરેથી છેટું – અને બારણું આગળ લીલા રંગનું છ છે, ખરું ને?”
“ખરી વાત !”
આજે હું ત્યાં જ બેઠી હતી, ત્યાં જ મેં ખાધું પીધું અને અને ત્યાંથી જ મને પૈસા પણ મળ્યા છે. મને એ પૈસા પાછા આપી દે જેઉં, મા !”
એલિસ, બેટા! તું ભૂખી છે; મને ખાવાનું ખરીદી આવવા દે !”
મા, એ પૈસા મને પાછો આપી દે, નહિ તો તમને નાહક વાગી બેસશે.” એમ કહેતાંકને દીકરીએ માનો હાથ આમળી એ પૈસા તેમાંથી કાઢી લીધા અને પછી જે કંઈ કપડાં સૂકવવા તેણે ઉતાર્યા હતાં તે ઝટપટ પાછાં પહેરી – વીંટી લઈ તે ઉતાવળે બહાર
દોડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org