________________
માનસિક ફેરફાર
૩૪૫ ખાલી થઈ ગઈ હોય, ત્યારે પણ મિ. કાર્કર ચેપડાઓનો અને કાગળને ઝીણવટથી અને કાળજીથી અભ્યાસ કરતા બેઠા હોય, એમ વારંવાર બનતું.
પેઢીને કામકાજમાં તેમણે ઊંડો રસ દાખવવા માંડ્યો, તેની સાથે સાથે તેમણે પોતાની અંગત બાબતમાં પણ એટલી જ ચીવટ રાખવા માંડી. પિટીમાં તે ભાગીદાર તો નહોતા જ-કારણ કે, એ હક તો ડાબી-નામધારી વ્યક્તિઓ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યું હતો – છતાં મિ. કાકરને પેઢીના બધા વ્યવહારો ઉપર અમુક ટકા મળતા. અને તે પૈસા પણ, પેઢી સાથેના સંબંધને લીધે મળતી સગવડોને પરિણામે, વધુ નફાકારક વ્યવહારમાં તે રોકયે જતા હતા. આમ, પૂર્વના દેશો સાથે વેપાર કરતા વેપારીઓમાં તે ભારે પૈસાદાર માણસ ગણુતા.
એક વિશિષ્ટ કહેવાય એ ફેરફાર તેમનામાં થયો હોય તો તે એ કે, હવે વારંવાર, અને ઘોડા ઉપર બેસીને આવ-જા કરતી વખતે પણ, તે એવા ઊંડા વિચારમાં મશગૂલ થઈ જતા કે, પિતાના લય સ્થાને પહોંચે તે દરમ્યાન રસ્તામાંય એ બીજું કશું જોઈ શકતા નહિ કે સાંભળી શકતા નહિ.
એક દિવસ તે એ રીતે ઘોડા ઉપર બેસી ડાબી-પેટીના મકાન નજીક આવી પહોંચ્યા. તે વખતે પાસે થઈને જતી બે સ્ત્રીઓ તેમના તરફ તીવ્ર નજરે જોઈ રહી હતી. બેમાંથી જે વૃદ્ધા હતી, તે બેલી ઉઠી, “જે, તે કયાં જાય છે તે !”
“મારે તેની તરફ ફરી કદી નજર નાખવી ન હતી; પણ તે નજરે પડ્યો તે પણ ઠીક થયું.” મિસિસ બ્રાઉનની પુત્રીએ જવાબ આપ્યો.
“જરાય બદલાયો છે ? ” પેલી બુઠ્ઠી મનમાં ડંખ સાથે બોલી ઊઠી. ' “g શું કરવા બદલાય? તેને શું દુઃખ વેઠવું પડયું છે ? મારામાં વીસ વીસ જણને પૂરતો થાય એટલે ફેરફાર થઈ ગયો છે, એટલું બસ નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org