________________
૩૪૪
ડેલ્બી ઍન્ડ સન તમે મને ફરી જલદી મુલાકાત બક્ષશો તથા તમારી એ બાબતમાં શી ઈચ્છાઓ છે તે જણાવશે, એવી આશા રાખું છું.”
એડિથે જવાબમાં માત્ર બારણું તરફ આંગળી કરી.
“તમે મારી વાત સમજ્યાં નહિ; મેં તમને તેમનો સંદેશો કહી દીધો છે, એવું મારે તેમને કહેવું કે, હજુ કહેવાની તક મળી નથી એવું કે બીજું કારણ રજૂ કરવું, એ હું નકકી કરી શકતો નથી. એટલે તમે જલદી તમારો અભિપ્રાય જાણવાની તક આપે એ આવશ્યક છે. ”
“અત્યારે તો નહીં જ.”
“પણ મારી વિનંતી છે કે, તમે એવું સમજી રાખજે કે, જ્યારે પણ હું તમને મળું ત્યારે મિસ ડોમ્બી હાજર ન હોય; અને હું તમારી મુલાકાત ઈચ્છું છું, તે તમારા વિશ્વાસુ તરીકે, તથા મિસ ડેબી ઉપર આવનારી આફતો દૂર કરવામાં તમને મારાથી શક્ય એવી મદદ કરવા ખાતર ઇચ્છું છું, એમ જ માનજો.”
એડિથે ટૂંકમાં જ જવાબ આપ્યો, “વારુ.”
૪૫ માનસિક ફેરફારો
આ સમય દરમ્યાન મિ. કાર્કરના જીવનમાં અને તેમાં જે નાનામેટા ફેરફાર થયા, તેમાં સૌથી વધુ નોંધપાત્ર ફેરફાર એ હતો કે, તે “ડોમ્બી એન્ડ સન” પેઢીના બધા વ્યવહારોની એકે એક વિગતની બરાબર ચપડતાલ કરવા લાગ્યા. અલબત્ત, આ બધી બાબતોમાં તે પહેલેથી જ વધુ સક્રિય તથા ઊંડા ઊતરવાની ટેવવાળા હતા, પરંતુ હવે એમની નજર વીસ ગણું વધુ તીવ્ર બની ગઈ હતી. ઘણી વાર બધા કારકુનો જતા રહ્યા હોય, અને ઑફિસ અંધારી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org