________________
૩૪૩
વિશ્વાસુ એજંટ વર્તનની સરખામણું બીજાઓના ધ્યાન ઉપર આવે છે, અને તેથી તે ઈચ્છે છે કે, એ વસ્તુ એકદમ બદલવી જોઈશે. અને તમે જે નહિ બદલે, તો જેના પ્રત્યે તમે ભાવ બતાવો છે, તે વ્યક્તિને અચૂક નુકસાન થશે.”
“તે તો એ મને ધમકી આપે છે, એમ ?” “હા ધમકી તો છે જ, પરંતુ તે તમારા પ્રત્યે નથી.”
એડિથે તુચ્છકારથી હસીને કાર્યર સામું જોયું; પરંતુ તે જ ઘડીએ તેણે એવું લથડિયું ખાધું કે જાણે તેના પગ નીચેથી જમીન એકદમ સરકી ગઈ હોય. કાર્કરે તેને તરત પિતાના હાથમાં પકડી લીધી. પણ તેને સ્પર્શ થાય તે ઘડીએ જ તેણે તેને ધક્કો માર્યો અને આ ધકેલી દીધો. તથા પછી માત્ર હાથ આગળ ધરીને કહ્યું, “બસ, હવે વિદાય થાઓ; આજે રાત્રે કશું વિશેષ સંભળાવશો નહિ.”
“પરંતુ હું મારા થકી એટલું ઉમેરવા માગું છું કે, ઉના મનની સ્થિતિ તમે જાણતાં નથી, એટલે આમાંથી શાં શાં નહિ ધારેલાં પરિણામ ઊભાં થશે, એ કલ્પવાં અશક્ય છે. મિસ ડોબીની જૂની તહેનાત-બાનુને ડિસમિસ કરવામાં આવી હોવાથી તે અત્યારે દુ:ખી હાલતમાં જ છે. અને આ મુલાકાત વખતે તેમને મેં હાજર ન રહેવા દીધાં, તેનું કારણ તમે હવે સમજી શકયાં હશો.”
ઠીક છે; હવે વિદાય થાઓ, સાહેબ.”
હું બરાબર સમજું છું કે, તમને મિસ ડોમ્બી પ્રત્યે જે સાચે ભાવ છે, તેથી તમને એમના વિશેષ દુઃખ કે અહિતનું નિમિત્ત બનવાનું નહિ જ ગમે; અને તેથી જ મેં આ બાબત આગ્રહપૂર્વક તમારું ધ્યાન ખેંચવાનો અવિનય દાખવ્યો છે.”
“સારી વાત છે, પણ આજે હવે કંઈ વિશેષ બોલશો નહીં; અને મહેરબાની કરીને વિદાય થાઓ.”
મારે તો મિડોબીની સાથે તેમની સારવાર નિમિત્તે તેમ જ ધંધાદારી કામકાજ અંગે પણ સતત સંપર્ક રાખવો જ પડશે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org