________________
૩૫૮
ડોમ્બી એન્ડ સન “હું હવે તમને બેલતા ભાવવાની નથી, કે અહીંથી ઊઠીને ચાલી જવાની નથી; તથા આ એારડા સળગી ઊઠ્યો હશે તો પણ તમારે કહેવાનું પૂરું સાંભળીને જ જઈશ, બસ ?”
“મારી દીકરી એ વાત જુએ અને તેમાંથી બેધ લે કે, પોતાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ સંતવાઈ રહે, ત્યાર પછી કૃતઘતાપૂર્વક જે સ્ત્રીને સ્વભાવ જક્કીપણે વિરોધી બની રહે, તે કેટલો બધો વખેડવા એગ્ય કહેવાય તથા તેને ડામવો અને સુધારવો કેટલો બધો જરૂરી કહેવાય.”
થોભો છો શા માટે ? બે જાઓ; આ ઓરડે હજુ સળગી ઊડ્યો નથી; અને સળગ્યો હશે તો પણ હું ચાલી જવાની નથી.”
“આ બધાં કડવાં સત્યો બીજા કોઈની હાજરીમાં સાંભળવા તમને ન ગમે એ સ્વાભાવિક છે. પરંતુ તમારામાં જે બંડાર પ્રકૃતિ છે, તેને તમારે ઝટપટ દબાવી દેવી જોઈએ – કચરી નાખવી જ પડશે. આવતી કાલે કેટલાક બહારના માણસો હાજર હશે, અને તમારે દેખાવ પૂરતો પણ તેમની સાથે અને તેમની હાજરીમાં ઉચિત વર્તાવ દાખવવું પડશે.”
એટલે કે મારી ને તમારી વચ્ચે જે કંઈ બન્યું છે તે જાણવું તમને પૂરતું થતું નથી; આ મિસ્ટર (કાર્યર) ની મારફતે તમે જે કંઈ અપમાન મારી ઉપર લાદ્યાં છે, તે તમને પૂરતાં લાગતાં નથી; તમે આને (ફૉરન્સની તરફ આંગળી કરીને) ઉપલક્ષ બનાવીને હરરોજ હરઘડી મને જે રિબામણ ઊભી કરી છે, તે પણ તમને પૂરતી લાગતી નથી; એ દિવસ કે જે આખા વર્ષમાં મને એક એવા સંઘર્ષની યાદ અપાવે છે કે, જે દરમ્યાન હું મરી જ ગઈ હોત તો સારું થાત, એમ મને લાગ્યા કરે છે, તે દિવસ પણ તમને પૂરત થતો નથી. તમારે તો મને હું જે નીચલી કક્ષાએ ઊતરી પડી છું, તેની ફલેરન્સને સાક્ષી બનાવવી છે; જે કે, તમે જાણે છે કે, એની શાંતિ માટે તમે મારા જીવનની એકમાત્ર માયાળુ લાગણીને મારી પાસે બલિદાન દેવરાવ્યું છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org