________________
૩૯૨
ડી એન્ડ સન પણ મિસ ડેસ્બીનું શું થયું હશે. એ વિચાર ને ચિંતામાં મારી ઊંઘ ઊડી ગઈ છે.”
તમને આ ખબર ક્યાંથી મળ્યા !” વૉટરે પૂછયું.
“વાહ, લેફટનટ વેટર્સ, તમારા પ્રશ્નને હું સીધે જ – પ્રમાણિક જવાબ આપી દેવા માગું છું. જુઓ, હું મિસ ડોમ્બીને લગતી બધી બાબતમાં બહુ ઊંડો રસ ધરાવું છું – તદ્દન સ્વાર્થી રસ છે, અલબત્ત. અને તે કારણે હું ઈચ્છું છું કે, મારા જીવનનો અંત લાવી દઉં તો બધા પક્ષને ભારે નિરાંત થાય – પણ એ રસને કારણે હું મિ. ડોમ્બીના એક નોકરને – ટોલિન્સનને અવારનવાર કંઈક પૈસાબૈસા આપતો રહીને હાથમાં રાખું છું. તેણે મને કાલે રાતે બધા બનાવની વિગત કહી સંભળાવી. ત્યારથી માંડીને આખી રાત ચિતામાં ને ચિંતામાં શેકાતો હું સવાર થતાં જ કેપ્ટન જિન્સને મળવા દોડી આવ્યો છું, કારણ કે, તેમણે મને પોતાનો પરિચિત ગણવાનું બહુમાન આપ્યું છે.”
તો મિત્ર ટ્રસ તમને એટલું આશ્વાસન અને એટલી ખાતરી આપવા ચાહું છું કે, મિસ ડેસ્બી તદ્દન સહીસલામત છે અને ભલાં * ચંગા છે.”
એકદમ મિ. સૂટ્સ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને વોલ્ટરનો હાથ પકડી ખૂબ હલાવી બોલી ઊઠ્યા, “આહા, તેમની સહીસલામતીની વાત સાંભળી મને હવે એટલી બધી નિરાંત થઈ છે કે, હવે તમે સાથે સાથે એમ પણ કહે કે, મિસ ડોમ્બી બીજા કોઈ સાથે પરણું પણ ગયાં છે, તોય હું હસતો જ રહીશ. અલબત્ત, પછીથી હું શું કરું એ અત્યારે કહી શકતો નથી.”
પણ તમારા જેવા ખુલ્લા દિલવાળા માણસને તો એ જાણીને હજુ વિશેષ આનંદ થશે કે, તમે મિસ ડોમ્બીની એક અગત્યની સેવા હાલ તુરત જ બજાવી શકે તેમ છે.” એમ કહી વોટરે મિ. સૂટ્સને ઉપર લઈ જવાનું કેપ્ટન કટલને સૂચવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org