________________
૨૬૪
ડોમ્બી ઍન્ડ સન
""
કારણ બન્યું. હજારા છેાકરીઆની દર વરસે એ જ રીતે બરબાદી થાય છે; અને હું પણ એ જ બરબાદી નસીબમાં લઈ તે જન્મી હતી. જીએ તેા ખરા ! આટલે વર્ષે પાછી આવેલી આ છે।કરી મને શું શું સંભળાવવા બેઠી છે? ”
<<
“હવે વધુ કશું સંભળાવવાનું રહેતું નથી; એ ઍલિસ મારવુડ હજી છે।કરી હતી. એટલામાં જ તે ત્યક્તા બની ગઈ; અને સમાજબહાર પણ. તેના ઉપર કામ ચાલ્યું અને તેને સજા થઈ. અદાલતમાં ન્યાય ચૂકવવા બેઠેલા સદ્ગુહસ્થે મેાંમાં આંગળાં નાખીને નવાઈ બતાવી કે, મને મળેલી કુદરતી બક્ષિસાને મેં કા દુરુપયેગ કર્યાં હતા ! તેને ખબર હાવી જોઈતી હતી કે, એ બધી અક્ષિસા જ મને શાપરૂપ થઈ પડી હતી. પણ ન્યાયના બળવાન બાહુની વાત કરનારા તે જાણતે। ન હતા કે, એ બળવાન બાહુએ મારા જેવી નિર્દોષ અસહાય નાની બાળકીને બચાવી લેવામાં પેાતાનું બળ વાપરવું જોઈતું હતું —— મને વધુ બરબાદીને માર્ગે ધકેલવામાં નહીં ! મેં એ બધી બાબતેને આ બધાં વરસા દરમ્યાન વારંવાર વિચાર કર કર કર્યાં છે. મને મારી ફરજો શીખવવા દેશના કાયદાએ એવી જગાએ મેકલી દીધી, જ્યાં ક્રજના ખ્યાલને સદંતર અભાવ જ હોય; તથા દુષ્ટતા, બદમાશી અને અન્યાય જ વધારે પ્રવર્તતાં હોય. એટલે ઍલિસ મારવુડ હવે ત્યાંથી બાળકી મટી એક સ્ત્રી બનીને આવી છે; અને તે પણ દેશના કાયદાએ તેને જ્યાં ધકેલી મૂકી હતી ત્યાંથી જેવી બનીને આવી શકે તેવી ! થાડા વખત ખાદ ન્યાયને વધુ બળવાન બાહુ પેાતાની કામગીરી શરૂ કરશે, અને સંભવ છે કે ઍલિસ મારવુડ નામની હસ્તીને! તે પછી અંત આવશે. પણ ન્યાય ચૂકવવા બેસનાર એ સગૃહસ્થને તે। કામ મળ્યા જ કરશે અને બઢતી પણ; કારણ કે, દેશની શેરીએમાં એવી ઍલિસ મારવૂડે ઢગલાબંધ સરજાયે જ જાય છે. એટલે માતુશ્રી, તમારે ને મારે ફરજ” બાબત વાતચીત ઉપાડવાની જરૂર નથી. હું માનું છું કે, તમારું બચપણેય કદાચ મારા જેવું
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org